બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad traffic police will not collect fine at ring road under new pilot project
Mayur
Last Updated: 02:43 PM, 10 September 2021
ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાવવાં આવતા દંડથી લગભગ બધા જ વાહનચાલકો ડરતા હોય છે. બધા પાસે એકાદ એવું કારણ તો હોય જ છે જે ટ્રાફિકના નિયમોનો ભંગ ગણાય જાય અને તેના માટે દંડ ભરવાની હાલત થઈ જાય. અમદાવાદવાસીઓ પણ આમાંથી બાકાત નથી. અમદાવાદમાં ટ્રાફીકના નિયમોનું ચુસ્ત પાલન થાય એ માટે સીસીટીવી અને પોલીસ કર્મી જેવી સુવિધાઓ પણ છે.
ADVERTISEMENT
પણ હવે ટ્રાફિક પોલીસ એક એવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેના વિશે જાણીને વાહનચાલકોને થશે રાહત થશે.
ADVERTISEMENT
વાહનચાલકો પાસેથી દંડ નહીં લેવાય
અમદાવાદ રિંગરોડ પર ટ્રાફિક પોલીસનો નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રિંગરોડ પર વાહનચાલકો પાસેથી દંડ નહીં લેવાય, રિંગ રોડ પર માત્ર ગંભીર બેદરકારીથી વાહન ચલાવનાર માટે સુપરવિઝન કરવામાં આવશે. આ ઉપરાંત બેદરકાર ચાલકો માટે ઈન્ટર સેપ્ટર કારથી સુપરવિઝન પણ કરાશે
સમસ્યાના સોલ્યુશન પર ધ્યાન
હવે ટ્રાફિક વ્યવસ્થાને સરળ-ઝડપી બનાવવા પર પોલીસ ધ્યાન કેન્દ્રીત કરશે. દંડ ઉઘરાવવા કરતાં આ બાબતો પર ધ્યાન આપવાનું પગલું લોકોના હિતમાં રહેશે.
હવે TRBને પણ રિંગરોડ પર પોઈન્ટ ફાળવવામાં નહીં આવે. આનાથી વાહનચાલકોને તો ફાયદો થશે જ પણ એનો અર્થ એ પણ નથી કે ચાલકો બેફામ વાહનો ચલાવવા લાગે કે બેદરકરી રાખે. આ ખરેખર વાહનવ્યવહાર ઝડપી બનાવવા ટ્રાફિક વિભાગનો પ્રયોગ માત્ર છે. જેના ઉપરથી આગળ ઉપર નિર્ણયો લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.