બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Traffic Police Drive for HSRP until June 11 gujarati news

ઝુંબેશ / અમદાવાદમાં આજથી 11 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, જાણો કોના પર થશે કાર્યવાહી

Dhruv

Last Updated: 04:40 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજથી તારીખ 11 જૂન સુધી HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે.

  • અમદાવાદ ટ્રાફિક પોલીસે HSRP નંબર પ્લેટને લઈને ઝુંબેશ શરૂ કરી
  • આજથી 11 જૂન સુધી અમદાવાદમાં ચાલશે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
  • HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કરાશે કાર્યવાહી

અમદાવાદમાં આજથી તારીખ 11 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ ચાલશે. આજથી શહેરમાં ટ્રાફિક પોલીસે HSRP નંબર પ્લેટને લઈને ઝુંબેશ શરૂ કરી છે. એટલે કે શહેરમાં આજથી 11 જૂન સુધીમાં HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. રોંગ સાઈડ અને HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે, હવે વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં લોકોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, ગૃહવિભાગ e-FIRનો પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે.જે અંતર્ગત ઓનલાઈન e-FIRથી ફરિયાદ નોધાવી શકાશે.

જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 'E-FIR' પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. ગતરોજ ગૃહ મંત્રાલાય તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR કરી શકાશે.

વાહન-મોબાઇલ ચોરીની ફરિયાદ થઇ શકશે ઓનલાઇન

'E-FIR' પ્રોજેક્ટ  હેઠળ નાગરિકો ઘરે બેઠાં કે ચોરીના ઘટનાસ્થળે જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર વડે ઓનલાઈન ચોરીની FIR નોંધાવી શકશે. નાગરિકો પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી મદદથી ફરિયાદ કરી શકે છે. જેમાં એપ. પર રજિસ્ટ્રેશન બાદ ચોરીની વિગતો અપલોડ થઇ શકશે, મહત્વનું છે કે, e-FIRના 48 કલાકમાં તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરશે. e-FIR સીસ્ટમાં અપલોડ થતાની સાથે જ અધિકારી અસાઇન થશે. જેની ફરિયાદીને ઇ-મેલ/SMSથી જાણ કરાશે. ઉલ્લેખનીય છે કે,  e-FIR અંગે PIથી કમિશનર સુધીના અધિકારીની જવાબદારી નક્કી કરાઇ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad traffic police HSRP Number Plate Traffic rules અમદાવાદ ટ્રાફિક પોલીસ Ahmedabad Traffic Police Drive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ