અમદાવાદ ટ્રાફિક પોલીસે ઈ-મેમોને લઈને કાર્યવાહી હાથ ધરી છે. ઈ-મેમો નહીં ભરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં રૂપિયા 55 કરોડના મેમો ભરવાના બાકી હોવાનું સામે આવ્યું છે. એક હજાર 400થી વધુ લોકોના 5થી વધુ મેમો ભરવાના બાકી છે.
ટ્રાફિક પોલીસે ઈ-મેમોને લઈને કાર્યવાહી હાથ ધરી
ઈ-મેમો નહીં ભરનાર વાહનચાલકો સામે પોલીસની લાલઆંખ
જ્યારે અમદાવાદમાં સૌથી વધુ ફોર વ્હીલરના મેમો બાકી છે. જેમાંથી એક ફોર વ્હીલરના માલિકના 111 મેમો બાકી છે. આ 111 મેમોના રૂપિયા 38 હજાર ભરવાના બાકી છે. આથી ટ્રાફિક પોલીસ 5થી વધુ મેમો ધરાવનાર વાહનચાલક સામે કાર્યવાહી કરશે. જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસ મેમો ભરવા માટે નોટિસ મોકલશે અને નોટિસના 10 દિવસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
કંટ્રોલ રૂમની પ્રતિકાત્મક તસવીર
વીમા પ્રીમિયમ સાથે પણ જોડવામાં આવશે મેમો
જો કોઈ વ્યક્તિ મેમો ફાટ્યા બાદ પણ દંડ ભરતા નથી તો તે રકમ તેના વીમા પ્રીમિયમમાં જોડાઈ જાય છે. જ્યારે તમે ફરી વારનું પ્રીમિયમ ભરશો ત્યારે તે રકમ તમારી પાસેથી વસૂલવામાં આવશે.
પાયલટ પ્રોજેક્ટ દિલ્હીમાં કરાયો છે લાગુ
જે લોકોની પાસે કોઈ વાહન છે અને વાહન ચાલક મેમો ફાટ્યા બાદ તેને ભરવાની ના પાડે છે તો એ રકમને વીમાના પ્રીમિયમમાં જોડી દેવામાં આવે છે. જેના કારણે બાકી રહેલી રકમ વસૂલવામાં ટ્રાફિક પોલીસને સરળતા રહેશે. ભારતીય વીમા નિયામક પ્રાધિકરણ (ઈરડા)એ આ યોજના પર કામ શરૂ કર્યું છે. હાલમાં તેને પાયલટ પ્રોજેક્ટના આધારે દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યો છે.