બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અમદાવાદથી ડાયરેક્ટ પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો, ભાડું સાંભળીને ચોંકી જશો
Last Updated: 08:27 AM, 19 January 2025
પ્રયાગરાજમાં મહાકુંભને લઇને ફ્લાઇટની ટિકીટના ભાવોમાં ધરખમ વધારો થયો છે. સામાન્ય દિવસોમાં જે ભાડું 6 હજારની આસપાસ રહેતું હોય છે, તેમાં 7 ગણો વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદથી પ્રયાગરાજ સુધીની સ્પાઈસજેટની વન-વે ડાયરેક્ટ ફ્લાઈટ, જેની કિંમત સામાન્ય રીતે આશરે રૂપિયા 6,500 છે, તે આ સમયગાળા દરમિયાન વધીને રૂપિયા 34,000 થઈ ગઈ છે.
ADVERTISEMENT
મહાકુંભને લઈને લોકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.. શ્રદ્ધાળુઓ ખાનગી વાહન, ટ્રાવેલ્સ, ટ્રેન અને હવાઈ માર્ગે મહાકુંભ જઈ રહ્યા છે
પ્રયાગરાજ સાથે હવાઇ માર્ગે સીધુ જોડાણ ધરાવતું અમદાવાદ ગુજરાતનું એકમાત્ર શહેર છે. સુરત, વડોદરા અને રાજકોટ જેવા અન્ય શહેરો માત્ર કનેક્ટિંગ ફ્લાઇટ્સ ઓફર કરે છે, જેથી અમદાવાદથી પ્રયાગરાજનું હવાઈ ભાડું નોંધપાત્ર રીતે વધારે છે.
ADVERTISEMENT
એવું નથી કે માત્ર અમદાવાદ થી પ્રયાગરાજનું જ હવાઇભાડુ વધારે હોય, દેશના કોઇપણ ઠેકાણેથી હાલ હવાઇમાર્ગે પ્રયાગરાજ પહોંચવા માટે ટિકીટના ભાડામાં સામાન્ય દિવસો કરતા ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. ભોપાલથી પ્રયાગરાજનું ભાડુ જે ગયા વર્ષ સુધી 3 હજારથી પણ ઓછુ હતું તે હાલ લગભગ 18 હજારની આસપાસ છે.. અન્ય રૂટમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બેંગાલુરુ-પ્રયાગરાજનું ભાડું 89 ટકા વધીને રૂપિયા 11 હજાર પર પહોંચ્યું છે. દરમિયાન, દિલ્હી-પ્રયાગરાજ ટિકિટ 21 ટકા મોંઘી થઇ છે, જેના ભાવ હાલ 5,800ની આસપાસ છે, અને મુંબઈ-પ્રયાગરાજ 13 ટકા વધીને રૂપિયા 6 હજારની આસપાસનો ભાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ મહાકુંભ માટે Paytmનો ભવ્ય મહાકુંભ QR, જાણો કેવી રીતે કરશે કામ, શ્રદ્ધાળુઓને શું ફાયદો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.