બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રીક્ષા અને ટેક્ષી ચાલકો આજથી હડતાળ પર, મુસાફરો મુકાશે મુશ્કેલીમાં, જાણો કારણ

વિરોધ / અમદાવાદમાં રીક્ષા અને ટેક્ષી ચાલકો આજથી હડતાળ પર, મુસાફરો મુકાશે મુશ્કેલીમાં, જાણો કારણ

Last Updated: 10:25 AM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઓનલાઈન એપ્લીકેશનમાં કોમર્શિયલ વ્હીકલને બદલે ખાનગી વ્હીકલ ચાલતા હોઈ જે બાબતે અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજે રીક્ષા તેમજ ટેક્સી ચાલકો હડતાલ પર ઉતર્યા છે.

અમદાવાદ શહેરનાં રીક્ષા ચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લીકેશનનાં માધ્યમથી ચાલતા સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલરને બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજે રીક્ષા તેમજ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરતા આશરે અઢી લાખ રીક્ષા તેમજ 80,000 જેટલી ટેક્સીનાં પૈડા થંભી જવા પામ્યા હતા.

આંદોલન લંબાવવાની ચીમકી ઉચ્ચારી

અમદવાદ શહેરનો વિસ્તાર તેમજ વ્યાપ વધતા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રીક્ષાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં રીક્ષા તેમજ ટેક્સી ડ્રાયવરોની માંગણી ન સંતોષાતા હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે આ સમગ્ર મામલે ઓટો રિક્ષા અને ટેક્સી યુનિયનનાં પ્રમુખે જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં નહી આવે તો આંદોલન લંબાવવાની ચીમકી ઉચ્ચારી હતો.

રીક્ષા તેમજ ટેક્સી ચાલકો દ્વારા શું આક્ષેપ કર્યો

અમદાવાદમાં ઓનલાઈન એપ્લિકેશનમાં ચાલતી રીક્ષા તેમજ ટેક્સી ડ્રાયવરોએ ઓનલાઈન એપ્લીકેશન દ્વારા યોગ્ય વળતર નહી આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ તેઓ દ્વારા અન્ય સુવિધા પણ નહી અપાતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

અમદાવાદ શહેરમાં રીક્ષા તેમજ ઓટો રિક્ષા ચાલકો અચાનક જ હડતાળ પર ઉતરી જતા બહાર ગામથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો એરપોર્ટ તેમજ રેલ્વે સ્ટેશન જેવા સ્થળોએ બહારગામથી આવતા લોકોને હડતાળને પગલે અનેક કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.

વધુ વાંચોઃ આજથી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં 'અતિ ભારે' આગાહી, જૂનાગઢ, સુરતમાં ફરી અપાયું ઓરેન્જ એલર્ટ

રિક્ષા ચાલકો તેમજ ટેક્સી ચાલકોની શું માંગણીઓ છે.

રિક્ષા તેમજ ટેક્સી ચાલકો દ્વારા 22 જુલાઈનાં રોજ અમદાવાદ જીલ્લા કલેક્ટરને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓ દ્વારા બે માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

(1) ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ કરવામાં આવે

(2) ઓનલાઈન એપ્લિકેશન ઉપેર અને રેપીડો દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ પણ કોઈ નિર્ણય ન આવતા રીક્ષા ચાલકો ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ કર્યો હતો. તેમ છતાં પણ જો કોઈ નિરાકરણ ન આવે તો ઓટો તેમજ ટેક્સી ચાલકો દ્વારા હડતાળ લંબાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad rickshaw drivers strike Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ