ગુજરાતમાં વધી શકે ઠંડીનો ચમકારો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું જવાબદાર

By : kavan 03:10 PM, 07 December 2018 | Updated : 03:10 PM, 07 December 2018
અમદાવાદ: આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો ફરી એક વખત વધી શકે છે. જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાની સંભાવનાને કારણે ગુજરાતની આબોહવામાં પણ તેની અસર વર્તાઈ શકે છે. આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો પણ થઈ શકે છે. 9 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ફરી એક વખત વધી શકે છે.

એક તરફ ગુજરાતમાં શિયાળો જામી પડ્યો છે તો આ તરફ જમ્મૂ-કશ્મીરમાં થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર ગુજરાત પર વર્તાઇ રહી છે.  જમ્મૂ-કશ્મીરમાં છેલ્લા કેટલાંક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. કશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં સફેદી છવાયેલી છે. ત્યારે સહેલાણીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે. વાતાવરણમાં ઠંડક હોવાને કારણે લોકો રસ્તા પર સ્વેટર અને મફલર પહેરીને ફરતા જોવા મળ્યા હતા. 

મહત્વની વાત છે કે, બપોરે ગરમી અને રાતે ઠંડીના પગલે લોકો પર ડબલ સિઝનની પણ અસર જોવા મળી છે. તો બીજી તરફ, ઠંડીના ધીમા આગમન બાદ શહેરના પાર્ક પણ ઉભરાયા છે. લોકો વોકિંગ, યોગા અને વિવિધ કસરતો માટે વહેલી સવારથી પાર્કમાં ઉમટી રહ્યા છે. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story