અમદાવાદ: અસામાજિક તત્વોનો આતંક, ગલ્લા પર યુવકે કરી તોડફોડ: CCTV

By : vishal 10:55 PM, 20 June 2018 | Updated : 10:55 PM, 20 June 2018
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી દીધો હતો. પાનનાં એક ગલ્લા પર સિગારેટ લેવા માટે થઇને એક યુવકે માથાકૂટ કરી હતી. તમંચા જેવા હથિયાર લઈને તે યુવકે ગલ્લાવાળાં પાસેથી સિગારેટની માંગણી કરી હતી અને તે યુવકે સિગારેટ લીધાં બાદ પૈસા ન આપતાં પાનનાં ગલ્લા પર જઇને બબાલ મચાવી દીધી હતી. 

ત્યાર બાદ આ યુવકે પાનનાં ગલ્લા પર તોડફોડ પણ કરી હતી. જોકે આ તોડફોડની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જયાં CCTVમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, આ યુવકે હથિયાર લઈને પાનનાં ગલ્લા પર માથાકૂટ કરી હતી. 

આ યુવકે પાનનાં ગલ્લા પર તોડફોડ કરતાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ પણ કરાઇ છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જો કે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.Recent Story

Popular Story