બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 07:03 PM, 9 February 2022
ADVERTISEMENT
IPL 2022 માટે હરાજી આગામી 12-13 ફેબ્રુઆરી બેંગલુરૂમાં યોજાવા જઈ રહી છે. આ અગાઉ અમદાવાદાની ટીમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, આઈપીએલના ઈતિહાસમાં સૌથી હરાજી આ વખતે યોજાવાની છે. જેમાં એક સાથે 10 ટીમો ભાગ લઈ રહી છે. બીસીસીઆઈએ કુલ 590 ખેલાડીઓ તેના માટે શોર્ટલિસ્ટ પણ કર્યા છે. આ ખેલાડીઓ પર અહીં બોલી લગાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ વખતે અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો આઈપીએલમાં જોડવામાં આવી છે.
ADVERTISEMENT
ખેલાડીઓની બેઝ પ્રાઈઝ આવી ગઈ છે સામે
ઈંડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન માટે તમામ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે 590 ખેલાડીઓની બોલી લાગશે. જેમાં કેટલાય વિદેશી અને દેશી ખેલાડીઓ પણ શામેલ છે. જો આપણે ભારતીય ટીમના મોટા ખેલાડીઓની વાત કરીએ તો, તેમાં આ વખતે કેટલાય મોટા નામ ઓક્શનનો ભાગ બનવા જઈ રહ્યા છે.
લાખો-કરોડોમાં લાગેલી છે પ્રાઈઝ
તેમાં રવિચંદ્રન અશ્ચિન, ચેતેશ્વર પુજારા, શિખર ધવન સહિત કેટલાય ખેલાડીઓ છે. તેમાં ચેતેશ્વર પૂજારાની બેસ પ્રાઈઝ 50 લાખ, તો અશ્વિનની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. ટીમ ઈંડિયાના આવા મોટા સ્ટાર કોણ છે, જે ઓક્સનમાં ભાગ લઈ રહ્યા છે અને કોની કેટલી બેસ પ્રાઈઝ છે. તો એક નજર નાખીએ.
આમાંથી એવા કેટલાય ખેલાડી છે, જે આ વખતે ફક્ટ ટેસ્ટ ટીમનો જ ભાગ છે. તેમાં ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, આજંકિય્ રહાણે, ઈશાંત શર્મા, ઉમેશ યાદવનું નામ શામેલ છે. ત્યારે આવા સમયે ટી 20ના મહાસાગરમાં કઈ ટીમ આમના પર દાવ લગાવે છે, તે જોવાનું રહેશે.
આ મોટા સ્ટાર્સ પહેલાથી જ થઈ ગયા છે રિટેન
આપને જણાવી દઈએ કે, હાલની ટીમ ઈંડિયાના કોર ગ્રુપનો ભાગ રહેલા કેટલાય એવા ખેલાડી છે. જેમને ટીમે રિટેન કર્યા છે. આવા અમુક નામોને રિલીઝ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, મયંક અગ્રવાલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ સહિત અન્ય ખેલાડીને ટીમે પોતાની સાથે રાખ્યા છે.
15 કરોડમાં હાર્દિક પંડ્યા
આ ઉપરાંત શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યાને નવી ટીમે પોતાની સાથે જોડી લીધા છે. કેએલ રાહુલ લખનઉ ટીમની સાથે 17 કરોડ રૂપિયા, હાર્દિક પાંડ્યા અમદાવાદ ટીમ સાથે 15 કરોડ રૂપિયા અને શુભમન ગિલ પણ અમદાવાદ સાથે 8 કરોડ રૂપિયામાં જોડાયા છે.
ઈંડિયન પ્રીમિયર લીગ 2022ની શરૂાત માર્ચના અંતિમ અઠવાડીયામાં થઈ શકે છે. જ્યારે આઈપીએલનું મેગા ઓક્શન આ મહિનામાં 12-13 ફેબ્રુઆરી થવાનું છે. મેગા ઓક્શનનું આયોજન બેંગલુરૂમાં થશે. આપને જણાવી દઈએ કે, આ વખતે આઈપીએલમાં 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. જ્યાં ખેલાડીઓ પર બોલી લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT