બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હોટલમાં ડરાવીને રેપ, મર્ડરની ધમકી! અમદાવાદમાં છોકરી સાથે બન્યું આંખ ઉઘાડતું
Last Updated: 05:40 PM, 11 June 2024
કોઈ પણ અજાણ્યા યુવક સાથે મિત્રતા કરતા ચેતી જજો. કારણ કે મિત્રતાના નામે યુવતીઓને ફસાવવાનુ કાવતરૂ ચાલી રહયુ છે. આ આક્ષેપ આવા જ એક કાવતરાનો ભોગ બનેલી યુવતી કરી રહી છે. ઘટનાની વાત કરીએ તો સોલા પોલીસ સ્ટેશનમા એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમા અલ્ફાઝ કાઝી નામનો મુસ્લીમ યુવક સંબંધ રાખવા માટે યુવતીને માનસિક ત્રાસ આપી રહયો છે. આ યુવતીએ મિત્રતા તોડી નાખતા આરોપી અલ્ફાઝ દ્રારા ધમકી આપવાનુ શરૂ કર્યુ. ઘરની બહાર આવીને યુવતીને પરિવારને મારી નાખશે તેવુ કહીને ગાડીમા લઈ ગયો હતો. અને ત્યાર બાદ કડીની એક હોટલમા ડરાવીને તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરીને માર માર્યો હતો. આ ઘટનાને લઈને યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
આરોપી મુસ્લિમ યુવક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
ADVERTISEMENT
મિત્રતા બાદ પ્રેમજાળમા ફસાવતા હોવાનુ કાવતરૂ હોવાના આક્ષેપો યુવતીએ કર્યા હતા. જેમા પોતાના મિત્ર સર્કલમા મુસ્લીમ યુવકો જોડાય છે. અને ત્યાર બાદ હિન્દુ યુવતી સાથે મિત્રતા કરીને પ્રેમજાળમા ફસાવતા હોવાના આરોપ યુવતીએ લગાવ્યા હતા. તેની સાથે પણ આરોપી અલ્ફાઝએ મિત્રતા કરીને સંબંધ જોડયો. પરંતુ અલ્ફાઝ બુટલેગર હોવાનુ યુવતીના ધ્યાન પર આવતા તેણે મિત્રતા તોડી નાખી હતી. જેનો બદલો લેવા આરોપીએ દુષ્કર્મ આચરીને યુવતીને માર માર્યો હતો. આ આરોપી અલ્ફાઝનો ગુનાહિત ઈતિહાસ છે. અગાઉ, ચોરી, રાયોટીંગ, મારામારી, દારૂ અને હત્યાના 6 જેટલા ગુના નોંધાયા છે.
વધુ વાંચોઃ CNG ભરાવા આવેલી કારે 3ને ટક્કરે લીધા! ઈડરમાં કાબૂ બહાર થેયેલી કારના CCTV
યુવતીએ પોલીસ પાસે સુરક્ષા માંગી
દુષ્કર્મ અને ધમકી કેસમા સોલા પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ યુવતીએ પોતાની અને પરિવારની સુરક્ષાને લઈને પોલીસની મદદ માંગી છે..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.