એક વર્ષ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોલા સિવિલમાં નવી બનેલી બિલ્ડીંગમાં આધુનિક એક્સરે ડિપાર્ટમેન્ટનું ઉદઘાટન કર્યુ હતુ આ વાતને એક વર્ષ વિતી ગયા પછી પણ હજુ સુધી તંત્રએ આ ડિપાર્ટમેન્ટને શરૂ તો નથી કર્યું પણ અહીં પડેલા મશીનોનીપણ સારસંભાળ લીધી નથી.
જેથી નવી બિલ્ડીંગમાં કરોડો રુપિયાનું મશીન ધુળ ખાઈ રહ્યું છે. અહીં 1મે 2017ના દિવસે મુખ્યમંત્રીએ એક્સરે ડિપાર્ટમેન્ટનું ઉદ્દધાટન કર્યું હતુ અને દર્દીઓને તકલીફ ન પડે માટે આધુનિક મશિનો પણ વસાવામાં આવ્યા હતા.
તંત્રની બેદરકારી અને એક્સ-રે ડિપાર્ટમેન્ટના હેડ ફાલ્ગુની શાહની બેદરકારીના લીધે હજુ સુધી નવી બિલ્ડીંગમાં એક્સ-રે વિભાગને લોક લાગેલા છે અને એક્સ-રે વિભાગને અહી શિફ્ટ કરવામાં આવ્યો ન હોવાથી દર્દીઓએ હજુ સુધી જુની બિલ્ડીંગમાં ધક્કા ખાવા પડે છે.
સોલા સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા માત્ર એસી ઓફિસમાં બેસીને ઓર્ડર કરવામાં માને છે ગ્રાઉન્ડ સ્થળ પર દર્દીઓને શું જરૂરીયાત છે અને તેઓ હોસ્પિટલની બેદરકારીથી કેવા પ્રકારની તકલીફો ભોગવે છે તેના તપાસ કરવાનો સમય ન હોય તેવુ લાગી રહ્યું છે.
આ હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી પુછપરછ ઓફિસમાં કોઈ માણસ જ નથી બેસતુ જેથી ગામડામાંથી આવતા લોકોએ આમ-તેમ ધક્કા ખાવા પડે છે