બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સાપના દેવદૂત ! પકડ્યાં 2000થી વધુ, ગમે તેવો ઝેરી પણ 15 મિનિટમાં કાબુમાં

'વન'ધનની વારસદાર / અમદાવાદમાં સાપના દેવદૂત ! પકડ્યાં 2000થી વધુ, ગમે તેવો ઝેરી પણ 15 મિનિટમાં કાબુમાં

Nidhi Panchal

Last Updated: 11:55 AM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખજાના રક્ષક ગણતા નાગ દેવતના તહેવાર એવો નાગપાંચમી નજીકમાં આવે છે. સાપ કે નાગને જોઇને લોકો મારવા દોડે છે ત્યારે અમદાવાદમાં એક એવા સાપપ્રેમી રહે છે જેઓ સાપ કે નાગના તારણહાર બની રહ્યાં છે

ખજાના રક્ષક ગણતા નાગ દેવતના તહેવાર એવો નાગપાંચમી નજીકમાં આવે છે. સાપ કે નાગને જોઇને લોકો મારવા દોડે છે ત્યારે અમદાવાદમાં એક એવા સાપપ્રેમી રહે છે જેઓ સાપ કે નાગના તારણહાર બની રહ્યાં છે અને તેમને બચાવીને સલામત સ્થળે છોડી રહ્યાં છે. સાપ માટે દેવદૂત બનેલા યોગશ આચાર્યે અત્યાર સુધી 2000થી વધુ સાપોને બચાવ્યાં છે અને તેમને સલામત સ્થળે છોડ્યાં છે.

સાપોને બચાવાની પ્રેરણા કેવી રીતે મળી?

1

નાગદેવને આપણા ધર્મમાં ખજાનાના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સાપથી લોકો ઘણી વાર ડરતા હોય છે. આ ડર હોવા છતાં, અમદાવાદમાં યોગેશ આર્ચાય નામના સર્પ પ્રેમી છે જેઓ જીવના જોખમે પણ સાપને બચાવી રહ્યાં છે અને સાપ કાજે પોતાનું આખું આયખું સમર્પિત કરી દીધું છે. પોતાના સાપ પકડવાના અનુભવો શેર કરતાં યોગેશ આચાર્ય કહે છે કે લોકો પોતાના ફાયદા માટે સાપ સહિત અન્ય વન્યજીવોને નુકશાન પહોંચાડે છે. તેમણે કહ્યું કે આજે જ્યારે લોકો સાપ પકડવાના પૈસા વસૂલે છે ત્યારે યોગેશ આચાર્ય એક પાવલી લીધા વગર મફતમાં સાપોનું રેસ્ક્યૂ કરી રહ્યાં છે.

સાપમાં સ્પર્શ કરીને ઓળખવાની અદભૂત ક્ષમતા

2

સાપમાં સામાન્ય રીતે સાંભળવાની ક્ષમતા હોતી નથી, તેના બદલે તેઓ તેમની દૃષ્ટિની તીવ્ર સમજ પર આધાર રાખે છે, જે રસપ્રદ રીતે તેમને લાલ રંગને સમજવાની મંજૂરી આપે છે. વધુમાં, સાપ વસ્તુઓને ફક્ત સ્પર્શ કરીને ઓળખવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. માણસો અને સાપ વચ્ચેના બંધન વિશે ઉત્સુકતાથી મેં યોગેશ પાસેથી અંગત અનુભવ વિશે પૂછ્યું. તેમણે વસ્ત્રાલમાં એક દુઃખદ ઘટનાનું વર્ણન કર્યું જ્યાં સાપ પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને તીવ્ર પીડા થઈ હતી. સાપના આંદોલન છતાં, યોગેશ અને તેની ટીમે તબીબી સંભાળ પૂરી પાડવા માટે ઝડપથી સારવાર શરૂ કરી. નોંધનીય છે કે, તકલીફમાં યોગેશના હાથ પર સાપ લપસી ગયો હોવા છતાં, તેણે તેને ડંખ મારવાનું ટાળ્યું, જે સમજણ અને સ્નેહનું સ્તર દર્શાવે છે. આ દર્શાવે કે ઘણીવાર સાપ જંગલી અને ખતરનાક જીવો તરીકે જોવામાં આવે છે, તે પણ પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવવામાં સક્ષમ છે.

PROMOTIONAL 9

15 મિનિટમા સાપ પકડમાં આવી જાય છે

યોગેશે આચાર્યે કહ્યું તમને પણ સવાલ થતો હશે કે સાપને પકડવામાં કેટલી વાર લાગતી હશે સાથે કઇ રીતે તે સાપનો રેસ્ક્યુ કરે છે. આ સવાલ આચાર્યને કરવામાં આવતાં તેમણે કહ્યું કે આમ તો સાપનો રેસ્ક્યુનો કોલ આવે તો હું મારી ટીમ સાથે તે વિસ્તારમાં પહોંચી જવું અને તે પહેલા ફોનમાં જ જાણી લવું છું કે સાપ ક્યાં બેઠો છે. જેથી મને રસ્તામાં જ ખ્યાલ આવી જાય કે કઇ રીતે તેને પકડવો છે. ત્યારે બાદ તે વિસ્તારમાં જઇને અમારી સાપને પકડવા માટેની સ્ટિકથી સાપનો રેસ્ક્યું કરતા હોયે છે. પણ એક વાર એક રેસ્ક્યુનો કોલ આવ્યો હતો અને સાપ કાચા મકાની પાઇપમાં હતો. એટલે એ સાંભળેને ખાયલ આવી ગયો કે આ સાપ એટલી જલ્દી રેસ્ક્યુ થશે નહિં . સ્થળ પર પહોંચીને સાપને રેસ્ક્યુ કરવાની કામ શરૂ કરયું અને સાપ બહુ મહેનત બાદ 3 થી 4 કલાક બાદ રેસ્ક્યુ થયો હતો. આ રેસ્ક્યુ મારા આખા જીવનનું સૌથી અધરું રેસ્ક્યુ હતું.

વધુ વાંચો : આ અમદાવાદી દર મહિને બિલાડીઓ પર કરે છે 30 હજારનો ખર્ચ, 50 કરતા વધુ બિલાડીઓને પરિવારની જેમ સાચવે છે

ચોમાસામાં સાપ દેખાય તો ગભરાતા નહીં, બસ આટલું કરજો

snake.jpg

યોગેશ આચાર્ય વધુમાં કહ્યું કે જો તમારા વિસ્તારમાં કે, તમારી આજુબાજુના વિસ્તારમાં સાપ દેખાઈ તો, ડરવાની જરૂર નથી. બસ તેને તેના રસ્તે કંઈપણ કર્યા વગર જવા દો. તેની ઉપર કોઈપણ પ્રકારનો હુમલો કરવાની જરૂર નથી. સાપને જોતા જ તમે પહેલ રેસ્ક્યુ ટીમને જાણ કરો. જે બાદ તેના પર ટોપલું કે પછી વજનમાં કોઈપણ હલકી વસ્તુ મુકી દો. જેથી રેસ્ક્યુ ટીમને સાપને પકડવામાં સરળતા રહે. યોગેશ આચાર્યના જણાવ્યા અનુસાર, હાલ ચોમાસામાં સૌથી વધારે કોબ્રા અને પાણીના સાપ જોવા મળતા હોય છે. જેથી સાપ કરડવાના અનેક કેસ સામે આવતા હોય છે. જેથી પાણીની અંદર જો સાપ દેખાય તો, તેને કોઈપણ રીતે હેરાન કરવો નહીં તે, જે રીતના ક્રિયા કરે છે તે જ રીતના તેને ફરવા દેવો. જેનાથી સાપનું રેસ્ક્યુ કરનારી ટીમને સાપને પકડવામાં સરળતા રહે. લોકો સાપને જોઈને ગભરાઈ જતા હોય છે. જો કે, ગભરાવાની જરૂર નથી. કારણ કે, સાપ પણ તમને જોઈને ગભરાય જતો હોય છે અને ગભરાહટમાં સાપ પોતાનો જીવ બચાવવા માટે હુમલો કરતો હોય છે. જેથી ચોમાસામાં કે ગમે ત્યારે તમને સાપ દેખાય તો, ગભરાયા વગર રેસ્ક્યુ ટીમને જાણ કરવી જોઈએ. જેથી રેસક્યુ ટીમ સમયસર પહોંચીને સાપનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી દે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad Snake Catcher Nag panchmi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ