બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ, ખરીદી પર 5 થી 50% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, જુઓ વીડિયો
Last Updated: 09:03 PM, 12 October 2024
ગુજરાતની ભાતીગળ ચીજવસ્તુઓ, હસ્તકળા અને આધુનિક સાધનો અને ઉપયોગી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા સિંધુભવન રોડ સહિત વિવિધ સ્થળો પર શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે આકાશમાં બ્લુન ઉડાડી શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ તકે આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા આકર્ષણો થકી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શાનદાર શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્ટોલ્સની મુલાકાત દરમિયાન આશાવલી સ્ટોલ્સ માંથી સાડી અને અકીકની ટ્રે ડિજિટલ પેમેન્ટ થકી ખરીદી કરી હતી તેમજ ટેબલ ટેનિસની રમત પણ રમી હતી.
ADVERTISEMENT
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ. https://t.co/JNJtmAwyVX
— CMO Gujarat (@CMOGuj) October 12, 2024
અમદાવાદમાં 95 દિવસના શોપિંગ ફેસ્ટિવલનું આયોજન
ADVERTISEMENT
આ 95 દિવસના શોપિંગ ફેસ્ટિવલનું સિંધુ ભવન રોડ, સી.જી.રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ અને સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ સહિત 14 નિયુક્ત હોટસ્પોટ્સ ખાતે આયોજન કરવામાં આવશે. જેમાં ભારત ભરમાંથી વેપારીઓ જોડાઇ રહ્યા છે. જેમાં માત્ર સિંધુભવન રોડ પર જ 129 વેપારી જોડાયા છે.
આ પણ વાંચો: ભારે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી, ડાંગરના ઉભા પાકને નુકસાનની ભીતિ
વેપારી વર્ગને પણ ખરીદીથી મળશે પ્રોત્સાહન
તમામ ખરીદી પર 5 થી 50% સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ આયોજનથી શહેર, રાજ્ય અને દેશના નાગરિકો તેમજ વિદેશી પર્યટકો અને પ્રવાસી ભારતીયોને શહેર તેમજ આપવાની સાથે- સાથે શહેરના વેપારી વર્ગને પણ આ ખરીદીથી પ્રોત્સાહન પૂરું પડે, તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ ફેસ્ટિવલ શહેરની અર્થવ્યવસ્થા અને વ્યવસાયને મદદ કરશે. તથા ગુજરાતના યુવાનો અને લોકો માટે નોકરીની તકો ઊભી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.