Team VTV02:11 PM, 21 Jan 21
| Updated: 03:02 PM, 21 Jan 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો અટકળો વચ્ચે આજે રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બ્રીજનું લોકાર્પણ કરાયું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
અમદાવાદમાં શીલજ ઓવરબ્રિજનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વચ્ચે આજરોજ અમદાવાદ ખાતે શીલજ ઓવરબ્રિજનું દિલ્હીથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નિવેદન આપ્યું કે શીલજ અને થલતેજ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં વધારો થયો છે.
નીતન પટેલે જણાવ્યું કે શીલજ પાસેના રેલવે ટ્રેક પરથી રોજની 100 જેટલી ટ્રેનો પસાર થાય છે જેને કારણે ટ્રાફિક જામ તથા પ્રદુષણ ફેલાવાની ઘટના રોજીંદી બની ગઈ હતી. આમ હવે આ બ્રિજ બનવાના કારણે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે.
ચૂંટણી અગાઉ રાજકોટને CM રૂપાણીની મોટી ભેટ
CM વિજય રૂપાણીએ રાજકોટમાં રૂ.490 કરોડના કાર્યો લોકાર્પણ કર્યું. કાલાવાડ રોડ પર બની રહેલા ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું. આમ્રપાલી ઓવરબ્રીજનું CM રૂપાણીએ કર્યું લોકાર્પણ કર્યું એટલું જ નહીં પણ આ સાથે નવા 4 બ્રીજની કામગીરીનું CM રૂપાણીએ લોકાર્પણ કર્યું.
આ સાથે તંત્ર દ્વારા બનાવેલા 416 સરકારી આવાસોનું CM રૂપાણીએ ડ્રો કર્યો. CM રૂપાણી પંચનાથ હોસ્પિટલનું ઉદ્વાટન કર્યું. પંચનાથ હોસ્પિટલમાં લોકોને સસ્તા દરે સારવાર આપવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસના કાર્યક્રમમાં CM વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં. ત્યાર બાદ રાજકોટ જિલ્લા સેવા સદનના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહ્યાં. રામ મંદિર નિધી સમર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને ભાજપ પેજ સમિતિના કાર્યક્રમમાં પણ સંબોધન કરશે.