બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વેપારીઓ સાવધાન! કર્મચારીને નોકરીએ રાખતા પહેલા અમદાવાદનો આ કાંડ વાંચી લેજો, સાંભળીને હચમચી જશો
Last Updated: 05:33 PM, 5 August 2024
નિયતની લોકો પૂજા કરે છે, જો માણસની નિયત સારી હોય તો એક દિવસ સારો આવશે. સમુદ્ધ બનશે અને સમાજમાં ઈજ્જત થશે અને લોકો વાહવાહી કરશે. પરંતુ જો નિયત ખોટી હશે તો કમાયેલું ધન પણ ગુમાવવાનો વખત આવશે. કરોડપતિથી માથી રોડપતિ બની જશો. આવી જ કંઈક ઘટના અમદાવાદમાં બની છે. શહેરના શાસ્ત્રીનગર પાસે આવેલી આરાસુરી જવેલર્સમાં તેના જ એક કર્મચારીએ સોનાની માળાની ચોરી કરી હતી. 2 ઓગસ્ટે જવેલર્સની દુકાનમાં નોકરી ચાલુ કરી હતી, અને 4 કલાક બાદ બપોરે બે વાગે નજર ચુકવી 37 ગ્રામની સોનાની માળા ચોરી કરી તેના મિત્રને આપી દીધી. રૂપિયા 2.68 લાખની માળા ચોરી કરી હતી અને આ માળા મયુરે અન્ય આરોપી હર્ષ ઉર્ફે બબલુને તે આપી દીધી હતી. જે ચોરી અંગે સાંજે સ્ટોક ગણતા વેપારીને ખબર પડી હતી. જેથી સીસીટીવીના આધારે પોલીસને જાણ કરતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. અહી આરોપીએ પ્લાન મૂજબ પહેલા દિવસે નોકરી જોઈન્ટ કરી અને તે જ દિવસે ચોરીને અંજામ આપ્યો છે
ADVERTISEMENT
નોકરીના પહેલા દિવસે જ ચોરી
ADVERTISEMENT
ઘાટલોડીયા પોલીસે સીસીટીવી કબ્જે કરી ફરિયાદ નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની દારપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મયુરે ચોરી કરેલી માળા તેના મિત્રને આપતા તે માણેક ચોક ખાતે એક સોની વેપારીને તે વેંચી આવ્યો હતો. મોજશોખ પુરા કરવા માટે આરોપીએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. મયુર ચોરી કરવા જવેલર્સમાં નોકરી લીધી હતી. નોકરીના પ્રથમ દિવસે જ ચોરી કરી હતી. પરંતુ CCTV માં તેનો ભાંડો ફૂટી ગયો હતો. ઘાટલોડિયા પોલીસે 2.68 લાખની સોનાની ચેઈન ચોરી કરીને વેચાણ બાદ પૈસાનું શું કરવાના હતા તે મુદ્દે પૂછપરછ શરૂ કરી હતી.
મહત્વનું છે કે ચોરીને અંજામ આપનાર બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જોકે મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીઓએ અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. આરોપીના ઈતિહાસની આગામી દિવસેમાં ખબર પડશે. હાલ તો પોલીસે આ બન્ને શખ્સની ધરપકડ કરી છે પુછપરછ આદરી છે .
પોલીસે કાર્યવાહી હાથ ધરી
તસ્કરો માટે જવેલર્સ હંમેશા સોફટ ટાર્ગેટ રહ્યા છે. પણ જે ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. તે સાંભળી તમે પણ ચોકી જશો. એટલે કે જવેલર્સને ત્યાં એક યુવક માત્ર ચોરી કરવાના ઈરાદે જ નોકરી કરવા આવ્યો હતો અને 4 કલાકમાં જ જવેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપ્યો. જોકે સ્ટોકની ગણતરી કરતા યુવકનો ભાંડો ફુટ્યો અને પોલીસે ચોરી કરનાર અને ચોરીના દાગીના લઈ જનારની ધરપડ કરી છે. આ સાથે જ ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે કાર્યવાહી શરુ કરી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.