બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નબીરા બેફામ! સ્કોડાની અડફેટે એક મહિલાનું મોત અને 3 ઈજાગ્રસ્ત, પોલીસ પર ગંભીર આક્ષેપ

VIDEO / અમદાવાદમાં નબીરા બેફામ! સ્કોડાની અડફેટે એક મહિલાનું મોત અને 3 ઈજાગ્રસ્ત, પોલીસ પર ગંભીર આક્ષેપ

Last Updated: 11:47 PM, 15 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HCG હોસ્પિટલ નજીક અકસ્માતમાં રોનક પરીખ નામની મહિલાનું મોત થયું છે. પોલીસ લખેલી કાર આરોપીને છોડાવવા આવી હોવાના પણ આક્ષેપ

અમદાવાદના મીઠાખળી છ રસ્તા નજીક આવેલા જૈન દેરાસર પાસે શનિવારે સાંજે 6:30 વાગ્યે એક સ્કોડા કારચાલકે પૂરઝડપે કાર ચલાવીને એક એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી. જે બાદ અન્ય ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા. બાદમાં એક સ્વીફ્ટ કારને ટક્કર માર્યા બાદ કાર આગળ જઈને ઉભી રહી ગઈ હતી. અકસ્માતને પગલે 250 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ટોળાએ કારચાલકને ઝડપી માર માર્યો હતો. તે સમયે કારચાલક દારૂના નશામાં હોવાનું લોકોએ જણાવ્યું હતું.

અમદાવાદમાં ફરી જોવા મળ્યો રફ્તારનો કહેર

HCG હોસ્પિટલ નજીક અકસ્માતમાં રોનક પરીખ નામની મહિલાનું મોત થયું છે. પોલીસ લખેલી કાર આરોપીને છોડાવવા આવી હોવાના પણ આક્ષેપ કરાયા છે. મૃતકના પરિવારે વળતર અને ન્યાય માટે માગ કરી છે. સમગ્ર ઘટનાના પગલે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ પર મામલો દબાવી દેવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: કોમી એકતાનું અનોખું ઉદાહરણ, મુસ્લિમ બહેનની દીકરીના લગ્નમાં હિન્દુ મામાએ ભર્યું મામેરૂ

નબીરાઓ બેફામ..!

ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Accident News Ahmedabad Skoda Car Accident Mithakali Accident News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ