બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / વાડજમાં સાબરમતીના તટે કાશ્મીરા મહાદેવનું 500 વર્ષ જૂનું મંદિર, અદ્દભુત છે ઈતિહાસ
Last Updated: 05:51 AM, 7 November 2024
અમદાવાદમાં સાબરમતી નદીના પશ્ચિમ કિનારે વાડજથી લઈને ગાંધી આશ્રમ સુધીનો વિસ્તાર શાંત, પ્રાકૃતિક અને પવિત્ર છે. આ જ વિસ્તારમાં કાશ્મીરા મહાદેવનું પ્રાચીન મંદિર અને દધિચી ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં ચંદ્રભાગા નદીનું મિલન સાબરમતી નદી સાથે થાય છે. મહાશિવરાત્રી, શ્રાવણ મહિનો અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં મંદિરે વિવિધ ઉત્સવો ઊજવાય છે. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના તટે મહાદેવના અનેક મંદિરો આવેલા છે. વાડજ પાસે દધીચી બ્રિજની નીચે કાશ્મીરા મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં અઘોરી બાબાનો વર્ષો જૂનો ધૂણો આવેલો છે. આ મંદિર ઋષી દધિચીની તપોભૂમિ છે. મંદિરમાં ભગવાન શંકર સાથે હનુમાનજી, અને ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા છે. નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા.
ADVERTISEMENT
અમદાવાદના વાડજમાં બિરાજમાન કાશ્મીરા મહાદેવ
ADVERTISEMENT
વાડજ ગામની સ્થાપના થઈ ત્યારથી સાબરમતી નદીના કિનારે લગભગ ૫૦૦ વર્ષ પૂર્વે શ્રી કાશ્મીરા મહાદેવની પ્રતિષ્ઠા થયાની માન્યતા છે. અને મહાદેવજીનું લિંગ સ્વંયભૂ છે. તેમ પણ માનવામાં આવે છે. કાશ્મીરા મહાદેવ મંદિરનો ૧૯૫૪માં ફરથી જીર્નોદ્ધાર કરવામાં આવ્યો છે. સાબરમતી નદીના કિનારે દધિચી ઋષિનો આશ્રમ આજ સ્થળે હશે તેવો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં છે. વત્રાસુર રાક્ષસના વધ માટે વજ્ર બનાવવા દધિચી ઋષિના અસ્થિ દેવોએ ગ્રહણ કરેલા અને અસ્થિ ભીમનાથના કિનારે શુધ્ધ કરી, ખડ્ગધારેશ્વર મંદિરમાં ખડ્ગ નિર્માણ કર્યા હતા. મંદિર પરિસરમાં મહાદેવજી, અઘોરી બાબાનો ધૂણો અને અનેક સમાધિઓ આવેલી છે. નદી કિનારે કુદરતી પ્રકૃતિની વચ્ચે અહીં અકલ્પનીય આત્મીયતા અને શાંતિની અનુભૂતિ થાય છે. ઘણા વર્ષો પહેલા આ નદી કિનારે વર્તમાન મંદિરથી થોડા દૂર કાશ્મીરા બાપુ નિવાસ કરતા હતા. અને તેની સાક્ષી તેમની સમાધિ પૂરે છે. તેઓ ભગવાન શિવના અસીમ ભક્ત હતા. તેમણે અહીં તપ કર્યુ હતું. જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે કાશ્મીરા બાપુ પાસે માનતા રાખતા હતા.
મંદિરમાં વર્ષો જૂની ગુફા આવેલી છે
મંદિરમાં માતાજીની પૌરાણિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં વર્ષો જૂની ગુફા આવેલ છે. કાશ્મીરા બાપુ આ જ ગુફામાં તપ કરતા હતા. આ ગુફાનો બીજો દરવાજો નિલકંઠ મહાદેવ અસારવા પાસે નીકળે છે. ગુફાની સામે આવેલા ગોખલામાંથી કાશ્મીરા બાપુ હાથ લાંબો કરી જમવાનું માગતા અને હાથમાં જેટલું આવે તેટલું જ ભોજન દિવસ દરમ્યાન જમતા. ગુફામાં એક કુવો પણ આવેલો છે. જેમાંથી બાપુ પાણી ભરતા. વાડજ ગામની આસપાસ રહેતા લોકો દિવસની શરૂઆત દાદાના દર્શન કરીને જ શરૂ કરે છે. વર્ષો જૂનું આ મંદિર ભક્તોમાં ખાસ છે. શ્રાવણ અને સોમવારે અહીં વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે. અહીં શ્રાવણના સોમવારે દિવસભર બિલિપત્ર ચઢાવવામાં આવે છે. મહાદેવજીના દર્શન કરવા હજારો ભકતો દરરોજ મંદિરે આવે છે. શ્રી કાશ્મીરા શિવાલયમાં શ્રાવણ માસમાં ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. આ મંદિરમાં ભક્તોને થતી ગ્રહપીડા નિવારણ માટે વિશેષ પૂજા, હવન કરવામાં આવે છે. શ્રી કાશ્મીરા મહાદેવ પર ભક્તોની અતુટ શ્રધ્ધા જોડાયેલી છે. મંદિરમાં ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે. વાડજના શ્રી કાશ્મીરા મહાદેવનુ મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનુ કેન્દ્ર છે.
આ પણ વાંચો: બનાસ નદીના તટ પર 700 વર્ષ જૂનું સોનેશ્વર મહાદેવનું મંદિર, પીપળના પાન સાથે જોડાયેલો છે ઇતિહાસ
મહાદેવ દરેક દૂખ દૂર કરે છે
શ્રી કાશ્મીરા મહાદેવ મંદિરના દર્શન કરવા માટે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. ભાવિકોને આસ્થા છે કે મહાદેવ તેમના દરેક દૂખ દૂર કરે છે અને તેમની માનતા પણ પૂર્ણ થાય છે. અલૌકીક મંદિરમાં મહાદેવ હાજરા હજુર હોવાની દરેક ભકતોને અનુભૂતી થાય છે..અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.