બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લો બોલો! બે શખ્સોએ બાઈકની નહીં પણ તેમાંથી કરી પેટ્રોલની ચોરી, ઘટના CCTVમાં કેદ
Last Updated: 07:46 PM, 18 February 2025
Ahmedabad : મેટ્રો સિટી અમદાવાદમાં અનેક વાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. આ ક્રમમાં અમદાવાદના સાબરમતીથી જે ઘટના સામે આવી છે તે ખરેખર ચોંકવાનારી છે. વિગતો મુજબ સાબરમતી સ્થિત ધર્મનગર વિસ્તારમાં મધરાત્રે 2 ઇસમો ટુ વ્હીલર પર આવી અને નજીકમાં પાર્ક કરેલ બાઇકમાંથી બોટલ વડે પેટ્રોલ ચોરતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. આ તરફ હવે સ્થાનિકોના મત મુજબ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધવું જોઈએ.
ADVERTISEMENT
અમદાવાદ: સાબરમતી ધર્મનગરમાં 2 શખ્સોએ બાઇકોમાંથી પેટ્રોલની ચોરી કરતા કેમેરામાં કેદ#ahmedabad #ahmedabadnews #ahmedabadpolice #cctv #thief #ThiefCaught #viralvideo #vtvgujarati pic.twitter.com/vjk23fYyWL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 18, 2025
વધુ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉજવણી
ADVERTISEMENT
અમદાવાદના સાબરમતી સ્થિત ધર્મનગર વિભાગ-2માં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અહીં 17 ફેબ્રુઆરીની મોડી રાતનાં રોજ 2 શખ્સો ટુ-વ્હિલર પર આવીને સંદિગ્ધ હરકત કરતાં જોવા મળ્યા હતા. આ ઇસમોએ થોડીક જ વારમાં તેમનું વાહન એક જગ્યાએ પાર્ક કરી ત્યાં રહેલા રહીશોનાં બાઇકોમાંથી બોટલ વડે પેટ્રોલ ચોરતાં જોવા મળ્યા હતા. આ તરફ આ ઘટનામાં રહીશોને સવારે જાણ થઇ હતી કે તેમના વાહનમાંથી પેટ્રોલ ગાયબ છે ત્યારે સવાલ એ થાય કે આ બે શખ્સો કોણ હતાં ? વિગતો મુજબ આ ઘટનાસ્થળથી પોલીસ સ્ટેશન થોડીક જ મિનિટો દૂર આવેલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.