બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવેથી ગુજરાતના આ શહેરમાં RTO એજન્ટે 100 મીટરના દાયરામાં પ્રવેશ કર્યો તો થશે કાર્યવાહી! મૂકાયો પ્રતિબંધ

પરિપત્ર / હવેથી ગુજરાતના આ શહેરમાં RTO એજન્ટે 100 મીટરના દાયરામાં પ્રવેશ કર્યો તો થશે કાર્યવાહી! મૂકાયો પ્રતિબંધ

Last Updated: 04:55 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમા અનઅધિકૃત પ્રવૃત્તિ રોકવા પોલીસ વિભાગે RTO એજન્ટને કચેરીમાં પ્રવેશ ન કરવા પરિપત્ર જાહેર કર્યો છે. RTO કચેરીના 100 મીટરના દાયરામાં એજન્ટના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે

અમદાવદમાં ફરી એકવાર ગૃહ વિભાગે ચર્ચાસ્પદ પરિપત્ર જાહેર કર્યો છે. અનઅધિકૃત પ્રવૃત્તિ રોકવા પોલીસ વિભાગે RTO એજન્ટને કચેરીમાં પ્રવેશ ન કરવા પરિપત્ર જાહેર કર્યો છે. RTO કચેરીના 100 મીટરના દાયરામાં RTO એજન્ટના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. અત્રે જણાવીએ કે, નિયમનું ઉલ્લંઘન કરાનાર સામે કડક કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે.

RTO

પોલીસે જાહેર કર્યો પરિપત્ર

જે પરિપત્રમાં જણાવ્યું છે કે, પોલીસ કમિશનર અમદાવાદ શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં (1) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, સુભાષબ્રિજ સર્કલની બાજુમાં, અમદાવાદ શહેર તથા (2) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વસ્ત્રાલ, અમદાવાદ શહેર ખાતે આવેલી છે. જે કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. આર.ટી.ઓ. માં એજન્ટ પ્રથા નાબુદ હોવા છતાં કેટલાંક ઇસમો કચેરીની આસપાસ અથવા કચેરીના નજીકના સ્થળે એકલા અથવા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરીકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપિંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલું છે.

વાંચો વિગતે

આર.ટી.ઓ એજન્ટ અંગેનું જાહેરનામું_page-0001આર.ટી.ઓ એજન્ટ અંગેનું જાહેરનામું_page-0002

આ પણ વાંચો: આગની ઘટનાને હજુ 7 જ મહિના થયા, છતાંય બોપલ TRP મોલની એક પણ શોપમાં વેન્ટીલેશન જ નથી

PROMOTIONAL 12

RTO કચેરીમાં એજન્ટના પ્રવેશ પર પ્રતિબંધ

વધુમાં જણાવ્યું છે કે, જેથી આવી પ્રવૃતિ અટકાવવા સારૂ ઉપરોક્ત બંન્ને કચેરીઓ ખાતે પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને કચેરીના મુખ્યગેટની આસપાસના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશતા અટકાવવામાં આવે તે જાહેર જનતાના હિતમાં જરૂરી જણાય છે. આ જેહરનામું તારીખ 07-01-2025 સુધી અમલમાં રહેશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad RTO Agent RTO Agent Actions Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ