દેશભરમાં ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ આનંદ ઉજવાઈ રહયો છે એમાંય સાબરમતી આશ્રમમાં તો આ આનંદ બમણો છે. ત્યારે PM નરેન્દ્ર ગુજરાતમાં ખાસ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પુષ્પાંજલી આપવાના છે એ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે રિવરફ્રન્ટના રસ્તા બંધ રાખવામાં આવશે.
PM સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
GMDC ગ્રાઉન્ડના ગરબામાં પણ ભાગ લેશે PM
1 થી 10 આંબેડકર બ્રિજ નીચેથી વાડજ સ્માશાન ગૃહ સુધી રિવરફ્રન્ટ રસ્તો રેહશે બંધ
ગાંધી જંયતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રદ્ધાંજલી આપવા અમદાવાદમાં આવી રહ્યા છે. ત્યારે સુરક્ષાના ભાગ રૂપે રિવરફ્રન્ટ રોડનો અમુક ભાગ સામાન્ય વાહન ચાલક માટે બંધ રાખવામાં આવશે.
શું છે પ્રોગ્રામ?
વડાપ્રધાન આજે સાંજે 5 વાગ્યે એરફોર્સના ખાસ વિમાનથી એરપોર્ટ ઉપર આવી જશે. અમદાવાદ એરપોર્ટની બહાર ગુજસેલના ગ્રાઉન્ડ ઉપર વડાપ્રધાન જાહેર સભાને સંબોધશે. પીએમ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અહીં તેઓ હ્દયકુંજમાં 20 મિનિટ જેટલો સમય વિતાવશે. ત્યાર બાદ 7 વાગે રિવરફ્રન્ટ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડના ગરબામાં પણ ભાગ લેશે. અને મહા આરતીમાં ભાગ લેશે.