બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 45 દિવસમાં 35 અકસ્માત, આ રસ્તો અકસ્માતનું એપીસેન્ટર, ગયા એટલે 'ગયા' સમજો
Last Updated: 08:44 PM, 7 August 2024
અમદાવાદનો રિવરફ્રન્ટ માર્ગ પણ હવે અકસ્માત ઝોન બની ગયો હોય તેવુ જણાઈ રહ્યું છે, કારણ કે, છેલ્લા 45 દિવસમાં 35 અકસ્માત થયા છે છતાં તંત્ર દ્વારા માત્ર 2 જ સ્પીડ બ્રેકર લગાવામાં આવ્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ માર્ગ ટ્રાફિક મૂક્ત હતો પરંતુ હવે વાહનોની અવર જવર વધતાં અહીં ટ્રાફિક વધતા અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમમાં નદી પાસે આવેલા રિવરફ્રન્ટ માર્ગ પર છેલ્લા 45 દિવસમાં 35 અકસ્માતો સર્જાયા છે જે ગંભીર બાબત છે છતાં પણ તંત્ર દ્વારા નક્કર પગલા લેવાયા નથી.
ADVERTISEMENT
સ્પીડ બ્રેકરની કામગીરી કોણ કરશે ?
ADVERTISEMENT
અતિવ્યસ્ત બનેલા રિવરફ્રન્ટ 11 કિમી માર્ગ પર માત્ર બે જ સ્પીડ બ્રેકર લગાવામાં આવ્યા છે. ફોર વ્હીલર અને ટુ વ્હીલરના અકસ્માતો વધ્યા છે. જેનો અભ્યાસ ટ્રાફિક વિભાગ કરી રહ્યું છે પરંતુ આ માર્ગ પર માત્ર બે જ સ્પીડ બ્રેકર મૂક્યા છે, જે કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. તો અમદાવાદ મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે રોડ પર સ્પીડ બ્રેકર લગાવે, પરંતુ મ્યુ. ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા જ્યા જરૂર હોય ત્યાં સ્પીડ બ્રેકર મુકવા અમને અભિપ્રાય આપવામાં આવે છે પરંતુ અત્યાર સુધી રિવરફ્રન્ટ પર સ્પીડ બ્રેકર મૂકવા અંગે પોલીસ તરફથી કોઈ અભિપ્રાય મળ્યો નથી
આ પણ વાંચો: 50 લાખ તિરંગાનું થશે વિતરણ, ચાર મહાનગરોમાં નીકળશે તિરંગા યાત્રા: હર્ષ સંઘવીએ જણાવ્યો સાપ્તાહિક પ્લાન
અકસ્માત વધ્યા
અમદાવાદમાં અકસ્માત વધ્યા છે જેની પાછળ બેજવાબદારી પૂર્વક વાહન હંકારતા લોકો તો છે જ પરંતુ ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા તેનો અભ્યાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી પણ તેટલી જ જવાબદારી બને છે. અકસ્માત ઝોન બનેલા રિવરફ્રન્ટ માર્ગ પર અકસ્માત રોકવા હવે તંત્ર કેટલું કામ કરે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT