અમદાવાદ / ચોમાસાની દસ્તકઃ કોટ વિસ્તારનાં ૬૦૦થી વધુ જર્જરિત મકાન પર જોખમ

Ahmedabad risk over 600 dilapidated buildings

ભગવાન જગન્નાથજીની ઐતિહ‌ાસિક રથયાત્રા નજીક આવી રહી છે. રથયાત્રા અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા તેના રૂટ પરનાં ભયજનક મકાનોનો રૂટિન પ્રણા‌લિકા મુજબ સર્વે કરાય છે. સમગ્ર વર્ષ દરમ્યાન તંત્રને કોટ વિસ્તારનાં જર્જ‌િરત મકાનોમાં જીવના જોખમે રહેતા લોકોના જાનમાલની કાળજી લેવાની ફુરસદ મળતી નથી, જોકે કોટ વિસ્તારમાં ચિંતાજનક રીતે ભયજનક મકાનોનું પ્રમાણ સતત વધતું જાય છે. સદનસીબે ગયા ચોમાસામાં પ૦ ટકા વરસાદ પડવાથી ભયજનક મકાન ધરાશાયી થવાની ઘટના પ્રમાણમાં ઓછી નોંધાઇ હતી, જોકે હવે ટૂંક સમયમાં ચોમાસાના શ્રીગણેશ થવાના હોઇ ફરીથી કોટ વિસ્તારના ભયજનક મકાનોમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ