બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ બહાર જતા પહેલા જોજો, આવતીકાલથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
Last Updated: 11:07 PM, 23 July 2024
અમદાવાદના શહેરમાં આશેર 2 લાખથી વધારે રિક્ષા અને 80 હજારથી વધારે ટેક્ષીઓ ફરે છે. જે આપને કાલે જોવા નહીં મળે, મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરતા આ રીક્ષા-ટેક્ષી ડ્રાઇવરો દ્વારા તારીખ 24 જુલાઇના રોડ હડતાલ જાહેર કરવામાં આવી છે. જેને સવારન 6 વાગ્યાથી તમામ ટેક્ષી-રીક્ષાના પૈડા થમી જશે. આ બાબતે ડ્રાઇવરોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી એનલાઇન એપ્લિકેશન દ્વારા કોમર્શિયલ વાહનો બદલે ખાનગી વાહનો ચાલતા હોવાના કારણે આની અસર તેમની આવક પર પડી હતી. જેના કારણે રીક્ષા-ટેક્ષી ડ્રાઇવરોને ખોટ ખાવાની વારી આવી છે. આ કારણને લઇ તમામ ચાલકો આવતીકાલથી હડતાલ પર ઉતરશે.
ADVERTISEMENT
નિવેડો ન આવતા આંદોલનની ચિમકી
ADVERTISEMENT
ચાલકોના જણાવ્યા પ્રમાણે રિક્ષા અને ટેક્ષી ડ્રાઇવરો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ સમસ્યાને લઇ હડતાલ કરવામાં આવી રહ્યા હોવા છતા એપ્લિકેશન કે સરકાર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. ત્યારે આવતીકાલે પણ સરકાર દ્વારા કોઇ પગલા ભરવામાં નહીં આવે તો આ આંદોલને મોટુ રૂપ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતના 154 તાલુકામાં મેઘ મહેર, વરસાદથી અનેક રસ્તાઓ બંધ, લોકો ફસાયા, જુઓ વીડિયો
રિક્ષા ચાલકોની બે માંગણી
ADVERTISEMENT
તા.22 જુલાઇના રોજ ઓટોરિક્ષા ચાલક યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને લેખિત અને મૈખિક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેઓએ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હિલર બંધ કરવામાં આવે અને ઓનલાઇન એપ્લિકેશન ઉબેર અને રેપિડો ની હેરાનગતિ બંધ કરવામાં આવે જેવી માંગણીઓ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.