બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad rfid tag stray cattle corporation

ઝુંબેશ / અમદાવાદના આ નવા વિસ્તારોમાં રખડતાં ઢોરને RFID ટેગ લગાવાશે

Divyesh

Last Updated: 03:03 PM, 26 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરની ઓળખ સ્માર્ટ સિટી, મેગા સિટી અને હેરિટેજ સિટી તરીકેની બનાવવાના દાવા ભલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ કરે, પરંતુ અજાણી વ્યકિત માટે તો અમદાવાદ દર્શન કરતી વખતે રખડતાં ઢોરને જોઇને સ્માર્ટ સિટીનો તંત્રનો દાવો કયારેય હજમ નહીં થાય. શહેરનો એક પણ વિસ્તાર રખડતાં ઢોરની રંજાડથી મુકત નથી.

ઢોરનો આતંક પણ નાગરિકોને ભયભીત કરે છે. જોકે સત્તાવાળાઓ રખડતાં ઢોરને ઝબ્બે કરીને ઢોરવાડાને હવાલે કરે છે તેમ છતાં આ કામગીરી પણ અવારનવાર વિવાદાસ્પદ બની છે. આની સાથે આરએફઆઇડી (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) ટેગ લગાવીને પશુ માલિકની વિગતો સાથેની ચિપ ઢોરનાં ડાબા કાને ફિટ કરવાની ઝુંબેશ પણ ચાલી રહી છે. હવે આ ઝુંબેશ બોપલ-ઘુમા સહિતના નવા વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં હાથ ધરાશે.

અમદાવાદના હદ વિસ્તારમાં બોપલ-ઘુમાની જૂની નગરપાલિકા તેમજ કઠવાડા-ચિલોડા સહિત ૧૧ ગામને ગત તા.૧૮ જૂને રાજ્ય સરકાર દ્વારા ભેળવી દેવાયાં હતાં. ગત તા.૩ સપ્ટેમ્બરે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા બોપલ-ઘુમા માટે નવો વોર્ડ બનાવવાને બદલે તેનો બોડકદેવ, જોધપુર અને સરખેજ વોર્ડમાં સમાવેશ કરાયો હતો. અન્ય નવા વિસ્તારને પણ આસપાસના વોર્ડમાં સમાવી લેવાયા છે. આમ શહેરની હદ આશરે પ૬૬ ચો.કિ.મી.ની થતા નવા વિસ્તારના લોકોને અન્ય મ્યુનિસિપલ સેવાની જેમ રખડતાં ઢોરને ટેગિંગ કરવાની ઝુંબેશ હેઠળ આવરી લેવાયા છે.

અમદાવાદમાં એક અંદાજ મુજબ પ૦,૧૧૦ ઢોર નોંધાયેલાં છે. જેમાં બોપલ-ઘુમાના આઠેક હજાર ઢોર સહિત નવા વિસ્તારના આશરે ૧પથી૧૭ હજાર ઢોર ઉમેરાયાં છે. જોકે ગત તા.૧૭ ઓકટોબરની સ્થિતિએ મ્યુનિ. ઢોર ત્રાસ ‌અંકુશ વિભાગ દ્વારા કુલ ૩ર,૩૩૦ ઢોરને ટેગિંગ કરાયું છે.

મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા ટેગિંગની કામગીરી સૌમ્યા એન્ટરપ્રાઇઝિંગ નામની ખાનગી એજન્સીને સોંપાયું છે. અગાઉ પ્રતિ ટેગિંગ રૂ.ર૭૯ ચૂકવાતા હતા. જે માટે હવે તંત્ર રૂ.૩૯૬ ચૂકવી રહ્યું છે. કોરોના મહામારીના કારણે સ્ટાફ મળતો ન હોઇ તેમજ ડીઝલનાે ભાવ વધ્યો હોઇ ટેગ લગાવવાનો ખર્ચ વધ્યો હોવાનું સત્તાવાળાઓ જણાવે છે. જોકે હજુ પશુ માલિક સ્વયંભૂ તેમનાં ઢોરનું રજિસ્ટ્રેશન અને ટેગિંગ કરવા ઉત્સાહ બતાવતા નથી. રજિસ્ટ્રેશન ફી પણ રૂ.ર૦૦થી વધારીને રૂ.પ૦૦ કરાતાં પશુ માલિક ઉદાસીન બન્યા છે.

મ્યુનિ. તંત્ર દ્વારા પશુ માલિકોને છેક ગત તા.પ ઓગસ્ટ ર૦૧૮એ અખબારમાં જાહેર નોટિસ આપીને ઢોરના રજિસ્ટ્રેશન કરાવી લેવાની સૂચના અપાઇ હતી. ત્યાર બાદ ગત તા.૪ નવેમ્બર, ર૦૧૮, ગત તા.૭ જૂન, ર૦૧૯ અને છેલ્લે તા.૧ જાન્યુઆરી, ર૦ર૦એ પણ તંત્રે પશુ માલિકોને જાહેર નોટિસ આપી હતી. આમ અવારનવાર પશુ માલિકોને જાહેર નોટિસ અપાતી હોવા છતાં આમાં પશુ માલિકો તરફથી યોગ્ય પ્રતિસાદ મળતો નથી.

પશુ માલિકોને તેમનાં ઢોરને બાંધીને રાખવા અને ગમે ત્યાં જાહેર સ્થળે કે રસ્તા પર રખડતાં મૂકીને નાગરિકોએ અડચણ ઊભી ન કરવા તેમજ ટ્રાફિકમાં અવરોધ ઊભો નહીં કરવાની ખાસ તકેદારી રાખવાનો આદેશ પણ આ જાહેર નોટિસમાં અપાતો હોવા છતાં અમદાવાદ હજુ સુધી રખડતાં ઢોરના ત્રાસથી મુક્ત થઇ શકયું નથી. કેટલ ફ્રી ઝોન તો સમજ્યા પણ શહેરમાં કેટલ ફ્રી રોડ પણ નથી. આમાં અપવાદરૂપ મેયર-કમિશનર બંગલો ધરાવતો લો ગાર્ડન જેવો નાનકડો વિસ્તાર ગણી શકાય. જોકે દેશી-વિદેશી મહાનુભાવોના આગમન સમયે તેમના રૂટમાં એક પણ રખડતાં ઢોર નજરે ન પડે તેટલા પૂરતું કેટલ ફ્રી અભિયાન હાથ ધરાય છે.

દરમિયાન બોપલ-ઘુમા સહિતના નવા વિસ્તારના પશુ માલિકોને આગામી તા.૩૧ ડિસેમ્બર ર૦ર૦ સુધીમાં તેમનાં ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવાની તેમજ ઢોરમાં આરએફઆરડી ચિપ અને ટેગ લગાવવાની કામગીરીમાં તંત્રની અધિકૃત ટીમને સહકાર આપવાની સૂચના મ્યુનિસિપલ કમિશનરની જાહેર નોટિસ દ્વારા અપાઇ છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ શહેરમાં ઢોર રાખવા માટે તેનું રજિસ્ટ્રેશન તેમજ આરએફઆરડી ચિપ અને ટેગ તંત્ર પાસે લગાવવા ફરજિયાત છે.

બીજી તરફ તંત્ર દ્વારા ખાનગી એજન્સીને માત્ર એક વર્ષ માટેનો કોન્ટ્રાકટ અપાયો હોઈ તે ડિસેમ્બર, ર૦ર૦માં પૂર્ણ થશે, પરંતુ નવા વિસ્તારોના ઢોર સહિત અમદાવાદમાં બાકી રહેલા ૧૮,૦૦૦ ઢોર મળીને કુલ ૩પ,૦૦૦ ઢોરની સંખ્યાને જોતાં ટેગિંગની ઝુંબેશ આગામી ડિસેમ્બર, ર૦ર૦ના અંત પહેલાં પૂર્ણ થાય તે કોઇ કાળે સંભવિત નથી. જોકે ફકત ટેગિંગ કરવાથી નાગરિકોને રખડતાં ઢોરના ત્રાસથી છૂટકારો મળવાનો નથી, પરંતુ ઢોર ત્રાસ અંકુશ વિભાગે બિન જવાબદાર પશુ માલિકો સામે આંખ પણ કરવી પડશે. કમનસીબે આવું થતું નથી. આ ઉપરાંત ઢોર પકડવા અને ન પકડવાના પણ હપતા લેવાતાં હોઇ તંત્ર ટેગિંગમાં લાખો રૂપિયાનો ધુમાડો કરશે તો પણ તેનો ખાસ ફાયદો અમદાવાદીઓને થવાનો નથી. આ બાબત મ્યુનિ. વર્તુળોમાં પણ ચર્ચાસ્પદ બની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

AMC Cow ahmedabad અમદાવાદ કોર્પોરેશન ઢોર AMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ