હવામાન / અમદાવાદમાં સિઝનનો કુલ 7 ઈંચ વરસાદ નોંધાયો, પહેલા જ વરસાદમાં પાણી ભરાતા AMC ની ખુલી પોલ

અમદાવાદમાં અત્યાર સુધી સીઝનનો સવા 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ગત રાત્રે વરસેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તા પર પાણી ભરાવવાના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ.. અમદાવામાં ઝોનની વાત કરીએ તો વેસ્ટ ઝોનમા પોણા ત્રણ ઈંચ, નોર્થ-વેસ્ટ ઝોનમાં સવા 2 ઈંચ, સાઉથ-વેસ્ટ ઝોનમાં 2 ઈંચ, સેન્ટ્રલ ઝોનમા અઢી ઈંચ, નોર્થ ઝોનમા અઢી ઈંચ અને સાઉથ ઝોનમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે વિસ્તારની વાત કરીએ તો, ચાંદખેડામાં 3 ઈંચ, રાણીપમાં 3 ઈંચ, દૂધેશ્વરમાં 3 ઈંચ, મેમ્કોમાં 3 ઈંચ, નરોડા, કોતરપુર, મણીનગર, વટવા, ઓઢવ, ઉસ્માનપુર અને ગોતામાં અઢી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ