બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા, 108 કળશના જળથી કરાશે પ્રભુનો જળાભિષેક

રથયાત્રાની તૈયારીઓ / અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા, 108 કળશના જળથી કરાશે પ્રભુનો જળાભિષેક

Last Updated: 09:14 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી. 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે. જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે.

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે ભગવાન જગન્નાથજીની 147મી જળયાત્રા

દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે. ત્યારે આજે એ માટેની ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે. ભગવાન જગન્નાથ મંદિરથી નદીના ઘાટ સુધી જળયાત્રા નીકળે છે. આ ઉત્સવ નિમિતે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર સાંભળવા મળી રહ્યો છે. ભગવાન બળદગાડામાં બિરાજમાન થઈ ગયા છે.

ટુંક સમયમાં જળયાત્રા ભુદરના આરે જવા થશે રવાના

ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકી જળયાત્રા મુખ્ય યાત્રા ગણાય છે. જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. અહીં ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરાશે.

વધુ વાંચો: રથયાત્રા પહેલાં એકતા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન, પોલીસ કમિશનર અને દિલીપદાસજી મહારાજે કરી બેટિંગ

ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે જળાભિષેક

108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થાય છે. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો પણ જોડાશે. મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે. રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rath Yatra 2024 Ahmedabad Lord Jagannath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ