બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સોશિયલ પ્રેમમાં સીન થયો! યુવતીને લાલચ આપી કર્યો રેપ, કિંમતી ગિફ્ટ લેતા ભાગ્યરાજનો ભાંડો ફૂટ્યો
Last Updated: 07:38 PM, 9 August 2024
અમદાવાદના મણિનગરમાં ડિવર્સી મહિલા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મણિનગર પોલીસે જામનગરના ભાગ્યરાજસિંહની નામના આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી વર્ષ 2021માં સોશિયલ મીડિયાના માધ્યમથી પીડિતાના સંપર્કમાં આવ્યો હતો.
ADVERTISEMENT
રાજકોટની હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું
ADVERTISEMENT
જે બાદ આરોપીએ પીડિતાને લગ્નની લાલચ આપીને તેના ઘરે તથા રાજકોટની હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ આરોપીએ પીડિતા પાસેથી 2 આઈફોન, 1 વીવોનો ફોન, એપલ વોચ, સોનાની ચેઇન, સોનાની વીંટી અને કાનની કડીયો ગિફ્ટમાં લીધી હતી. સાથે આરોપીએ પીડિતા પાસેથી કટકે-કટકે 8 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ પણ વાંચો: આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, વાહનચાલકો પરેશાન
દુષ્કર્મ બાદ અન્ય યુવતી સાથે સગાઈ કરી
જો કે, આરોપીએ દુષ્કર્મ અને છેતરપિંડી કર્યા બાદ અન્ય યુવતી સાથે સગાઈ કરી હતી. જેથી પીડિતા મહિલાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.