બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad, Pragatinagar,monkeys,attacks, many people, Forest Department, not listen anyone

આતંક / અમદાવાદના પ્રગતિનગરને વાનરોએ બાનમાં લીધું, અનેક લોકો પર કર્યા હુમલા, વનવિભાગ કોઈનું સાંભળતું નથી

Kishor

Last Updated: 12:13 AM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પ્રગતિનગર વિસ્તારમાં વાનરોના આતંકથી લોકો તોબા પોકારી ગયા છે.

  • અમદવાદમાં દિન-પ્રતિદિન વધતો જતો વાનરનો ત્રાસ 
  • ભયના ઓથાર હેઠળ જીવતા પ્રગતિનગરના લોકો
  • વાનરોએ 2 અઠવાડિયામાં 5 લોકો પર કર્યા હુમલા

રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોર, શ્વાન અને ભૂંડના આતંક જાણે આમ બાબત બની ગઈ છે પરંતુ અમદાવાદમાં તો હવે નવો જ મુદ્દો સામે આવ્યો છે. જેમાં લોકો વાનરના આતંકથી પરેશાન થઈ ગયાં છે! આ ત્રાસમાંથી લોકોને ઉગારવા માંગ ઉઠી રહી છે. 

5 લોકો પર વાનરોએ ઘાતકી હુમલો કરી ઘાયલ કર્યા
અમદાવાદ રખડતા ઢોર અને શ્વાનના આતંકની સમસ્યાથી ઘેરાયેલું છે ત્યારે હવે અમદાવાદ જેવા મહાનગરમાં વાનરોનો આતંક વધી ગયો છે. આતંક પણ એવો કે, લોકો ઘરના બારી, બારણા ખુલ્લા નથી રાખી શક્તા. શહેરના પ્રગતિનગર વિસ્તારમાં છેલ્લા બે અઠવાડિયાથી વાનરોનો આતંક વધ્યો છે. રોજ સવાર સાંજ આ વિસ્તારમાં વાનરાઓની ટોળકકીપહોંચી જાય છે. જેને પગલે ઘરના બારી બારણાં તોડવાનો પ્રયત્ન કરે છે. એટલું જ નહીં આ વિસ્તારમાં 5 લોકો પર વાનરોએ ઘાતકી હુમલો કરી ઘાયલ કર્યા હતા.આ હુમલાનો ભોગ બનેલ બે લોકોને ટાંકા આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.  

વનકર્મીઓ આંટો મારીને ખાલી હાથે જતા રહે છે 
આ વિસ્તારમાં વાનરોનો ત્રાસ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે, તેમનું પ્રાકૉતિક નિવાસ સ્થાન છીનવી લેવાયું છે. પ્રગતિનગરની બાજૂમાં જ્યાં સ્પોર્ટ્સ સંકૅલ છે.ત્યાં 150 જેટલા વૃક્ષો હતા.પરંતુ વિકાસના નામે તે વૃક્ષોનું નિકંદન કઢાયું છે.તેવામાં રહેણાકની જગ્યાને સાથે-સાથે ખોરાક પણ છીનવાયો છે. કારણ કે, વાનરો મોટા ભાગે ફળો અને વૃક્ષોની કૈપણો ખાતા હોય છે પરંતુ વૃક્ષોના નિકંદન પછી ખોરાક માટે વાનરો આ વિસ્તારમાં ઘરો સુધી પહોંચી જાય છે.જેના કારણે લોકો પર હુમલાની ઘટના વધી ગઈ છે..બીજી તરફ વન વિભાગ પણ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

વાનરોના ત્રાસથી નાના બાળકોથી લઈને તમામ લોકોમાં ડરનો માહોલ છે. તેવા સંજોગો વચ્ચે વાનરોનો ત્રાસ દૂર થાય તે માટે વન વિભાગ પગલાં ભારે તેવી શહેરીજનો માંગ ઉઠાવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ