બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે છે ગણેશ વિસર્જન, અમદાવાદીઓ ભૂલથી પણ આ રસ્તાઓ પરથી પસાર ન થતા, નહીંતર અટવાઇ જશો!
Last Updated: 11:19 AM, 17 September 2024
ગણેશોત્સવની અમદાવાદમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે અનંત ચૌદસનાં દિવસે ગજાનંદને વિદાય આપવામાં આવે છે. ત્યારે આજે અનંત ચૌદસ હોઈ ભક્તો વિધ્નહર્તા ગણેશજીને વિદાય આપશે. જેને લઈ બપોરે 1 વાગ્યાથી શહેરનાં અમુક રસ્તા બંધ કરવામાં આવશે.
ADVERTISEMENT
ગણપતિ વિસર્જનને લઈ બપોરે 1 વાગ્યાથી કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમજ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. એસ.ટી ગીતા મંદિરથી જમાલપુર બ્રિજથી સરદાર બ્રિજ પાલડી ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. તેમજ વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તા માટે જમાલપુર બ્રિજથી બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી પાલડી જઈ શકાશે.
ADVERTISEMENT
વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો
તેમજ ગીતા મંદિરથી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર સુધીનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રસ્તા તરીકે એસટીથી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ચોકીથી અનુપમ સિનેમાથી સરસપુર બ્રિજને ક્રોસ કરી રેલવે સ્ટેશન અને નરોડા તરફ જઈ શકાશે. તેમજ કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજાથી એલિસબ્રિજ ટાઉન હોલ સુધીનો રસ્તો બંધ રહેશે. તેમજ કાલુપુરથી આવતા વાહન ચાલકોને કાલુપુર સર્કલથી આંબેડકર હોલ થઈ માણેકલાલ મિલનાં રસ્તાથી ઝઘડિયા બ્રિજ થઈને અપ્સરા સિનેમા ચાર રસ્તાથી અંજલી ચાર રસ્તા સુધી જઈ શકશે.
તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે તમામ પ્રકારના વાહનો (શ્રી ગણેશ વિસર્જન પોસેશન સિવાયના) બપારે ૦૧/૦૦ વાગ્યાથી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત મુકવામાં આવે છે. @GujaratPolice @AhmedabadPolice pic.twitter.com/KmLspMjnZV
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) September 14, 2024
વધુ વાંચોઃ ફરીવાર બેટ દ્વારકાના દરિયાકાંઠેથી મળી આવ્યું બિનવારસી ચરસ, કિંમત લાખોમાં, સર્ચ ઓપરેશન શરૂ
રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો પણ વાહનો માટે બંધ રહેશે
કામદાર મેદાન ચાર રસ્તાથી સારંગપુર ઓવર બ્રિજ થઈને સારંગપુર સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો પણ વાહનો માટે બંધ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.