બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Police Commissioner sunjay Srivastav order Night curfew Extended
Hiren
Last Updated: 12:03 AM, 7 December 2020
ADVERTISEMENT
કોરોનાની સ્થિતિને લઇને અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવાયુ છે. હુકમનો ભંગ કરનાર સામે ફોઝદારી પગલા લેવાશે. રાત્રે 9 વાગ્યા સુધી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ રહેશે.
આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જણાવ્યું હતું કે, આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં આવતીકાલે રાત્રિ કર્ફ્યુ પૂર્ણ થવાનું હતું. જોકે તેના એક દિવસ પહેલા જ શહેર પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યુ યથાવત્ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ
ADVERTISEMENT
સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યુ લંબાવવા અંગે આજે ઉચ્ચ સ્તરીય બેઠક
મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓની આજે બેઠક યોજાશે. જેમાં અમદાવાદ સિવાય રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લંબાવવું કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર આ અંગે નિર્ણય લેશે. હાલ અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં કર્ફ્યુ લંબાવવાની જાહેરાત કરી દીધી છે.
મહત્વનું છે કે, હજુ સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહી શકે છે. હાલ કોરોના વેક્સિનના આવવાના સંકેત મળી રહ્યા છે ત્યારે આ વેક્સિનેશન પહેલા રાત્રિ કર્ફ્યુ લંબાવાઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.