Team VTV06:12 PM, 26 Dec 19
| Updated: 06:20 PM, 26 Dec 19
નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે 28 જેટલા પાર્ટી પ્લોટને આયોજન કરવા માટે મંજૂરી આપી છે. જ્યારે 20 જેટલા ડીજે સાઉન્ડ સીસ્ટમ માટે પરવાનગી અપાઇ છે. તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ SOG અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન તૈનાત રહેશે. નવા વર્ષની ઉજવણી લોકો હર્ષોઉલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે મનાવી શકે તે માટે શહેર પોલીસ દ્વારા સલામતી અને બંદોબસ્તની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 31 ડિસેમ્બરને લઈને પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું હતું.
નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર
31 ડિસેમ્બરને લઈને પોલીસ કમિશનરનુ જાહેરનામુ
અમદાવાદ પોલીસ દ્વારા કેવું હશે બંદોબસ્તનું આયોજન
અમદાવાદ પોલીસ કમિશનરનુ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, સી.જી રોડ સાંજે 6થી રાત્રે 3 વાગ્યા સુધી બંધ રહેશે. એસ.જી હાઇવે પર ભારે, મધ્યમ વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. લોકોને તકલીફ ન પડે તેનુ ધ્યાન રખાશે. ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જુંબેશ ચાલશે. 24 જેટલા પાર્ટીપ્લોટ સંચાલકો સાથે બેઠક કરી છે. દારૂ પીને ગાડી ચલાવનાર સામે કાર્યવાહી કરાશે.
અમદાવાદ પોલીસે આ વર્ષે મોટી જનમેદની એકઠી થનારા વિસ્તારમાં પણ અલગ અલગ ટીમો એલર્ટ રહેશે. ખાસ કરીને એસ.જી. હાઈવે, કાંકરિયા ખાતે અને સીજીરોડ ખાતે પણ ગોઠવી BDDSની ટિમ પણ ચેકીંગ કરશે. તો બીજી તરફ રોડ પર સ્ટંટ કરતા કે ઓવર સ્પીડમાં વાહન ચલાવવા પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આયોજકોને પણ સુરક્ષાને લઈને સુચના આપવામા આવી છે. જેમા ફાયર સેફટી અને સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થાનો આદેશ આપવામા આવ્યો છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂખાનું ફોડવાનું પોલીસના ધ્યાને આવેલ છે. જેને લઈ લોકોમાં નાસભાગ આગ લાગવાના અને દાઝવાના બનાવવાની પણ શક્યતા રહેલી હોય આવા બનાવો રોકવા માટે સંવેદનશીલ પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલિંગ પણ હોક સ્ક્વોડ દ્વારા કરાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.
અમદાવાદ પોલીસ દ્વારા કેવું હશે બંદોબસ્તનું આયોજન
શહેર પોલીસ અને મહિલા પોલીસની ટીમ સહિત ક્રાઇમ બ્રાન્ચ, SOG ક્રાઇમ પેટ્રોલિંગ સાથે રાખશે ખાનગી વોચ
પાર્ટી પ્લોટ, હોટેલ, ફાર્મ હાઉસ સહિત નવા વર્ષની ઉજવણી થનારા સ્થળો પર રાખવા પડશે હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટર
બુટલેગરોની પ્રવૃત્તિ પર ખાનગી વોચ રાખવા પણ ક્રાઇમ બ્રાન્ચની ખાસ નજર