બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રોજ હોસ્ટેલની મેસમાં જમતાં મેઘાણીનગરના PIના પુત્ર સાથે પ્લેન ક્રેશ સમયે બન્યું અજીબ, 'મોત કરતાંય ખૌફનાક'
Last Updated: 10:45 AM, 19 June 2025
12 જુને અમદાવાદના મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસ સાથે ટકરાઈને એર ઈન્ડિયાનું વિમાન પડ્યું કે તરત જ મેઘાણીનગરના પોલીસ ઈન્સપેક્ટર ડીબી બસિયા ઘટનાસ્થળે દોડ્યાં હતા, પીડિતોને બચાવાનો તેમનો હેતુ તો હતો જ પરંતુ એક પર્સનલ કારણને લઈને પણ તેઓ દોડ્યાં હતા અને તેમને ચિંતા કોરી ખાતી હતી, હકકીતમાં તેમનો પુત્ર રજત જે ક્રેશ સાઈટની મેસમાં રહીને એમબીબીએસનું ભણતો હતો અને તે દિવસે તે ઘેરથી પાછો હોસ્ટેલમાં આવવાનો હતો. તેથી પીઆઈનું હૃદય કોરી ખાતું હતું કે તેમનો રજત પણ દુર્ઘટનાનો શિકાર બન્યો હોઈ શકે છે અને તે ઘટનાસ્થળે ભારે મને રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ થઈ રહ્યાં હતા.
ADVERTISEMENT
દુર્ઘટના દિવસે રજત ઘેર હતો
દુર્ઘટનાના દિવસે તેમનો દીકરો રજત ઘરે જ હતો તે વાતની તેમને જાણ નહોતી તેથી ખાખીમાં રહેલા પીઆઈને સૌથી વધુ ડર હતો. દુર્ઘટનાના એક દિવસ પહેલા, રજત પોતાના કપડાં ધોવા અને નાસ્તા લેવા માટે થોડા સમય માટે ઘરે પાછો ફર્યો હતો અને તે વખતે તેણે માતાપિતાને કહ્યું હતું કે 12 જુન (પ્લેન ક્રેશનો દિવસ)ના દિવસે તે હોસ્ટેલમાં પાછો ફરશે.
ADVERTISEMENT
શું બોલ્યાં પીઆઈ
પીઆઈ બસિયાએ કહ્યું કે જ્યારે હું 12 જૂને ફરજ પર ગયો, ત્યારે રજતે મને કહ્યું કે તે જલ્દી જ હોસ્ટેલ જવા રવાના થશે," બસિયાએ તે સવારને યાદ કરતાં કહ્યું. "જ્યારે હું સ્થળ પર પહોંચ્યો ત્યારે કાટમાળ જોઈને હું દ્રવી ગયો. આવી સ્થિતિમાં પણ તેમણે ફાયર બ્રિગેડ સાથે સંકલન સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં ભાગ લીધો અને શક્ય તેટલી મદદ પૂરી પાડી.
ADVERTISEMENT
પત્નીને ફોન કર્યો ત્યારે ખબર પડી કે રજત ઘેર જ હતો
આખરે પીઆઈ બસિયાથી ન રહેવાયું અને તેમણે ભારે મને પત્નીને ફોન કર્યો ત્યારે પત્નીએ કહ્યું કે રજતે જવા થોડું મોડું થયું હતું અને ત્યારે પીઆઈએ રાહતનો શ્વાસ લીધો જો તે દિવસે રજત ટાઈમસર હોસ્ટેલ ગયો હોત તો અનર્થ થઈ જાત.
ADVERTISEMENT
રજત તો બચ્યો પણ ઘણા મિત્રોના મોત
ADVERTISEMENT
પ્લેન ટ્રેજેડીમાં રજત તો બચી ગયો હતો, પરંતુ તેના મિત્રો અને સાથી વિદ્યાર્થીઓ એટલા નસીબદાર નહોતા, તેમના ઘણાના મોત થયાં છે. બસિયાએ કહ્યું કે કેટલાક યુવાનો મારા દીકરીની ઉંમરના હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.