બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદી ફિલ્મ મેકરનું રહસ્ય ઘેરાયું, ફ્લાઈટની મિનિટ પહેલાં ફોન બંધ, સાવ નજીકથી ગાયબ, પહેલી વાર એ રસ્તે
Last Updated: 12:07 PM, 16 June 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં વધુ એક મોટું રહસ્ય સામે આવ્યું છે. હકીકતમાં નરોડાના ફિલ્મી મેકર મહેશ કલાવાડિયા પ્લેન ક્રેશ સાઈટેથી ફક્ત 700 મીટર દૂરથી અચાનક ગાયબ થઈ ગયો છે. અત્યાર સુધીના તમામ પાસાઓ વધારે રહસ્ય વધારી રહ્યાં છે જેનો જવાબ કોઈની પાસે નથી. હકીકતમાં 12 જુન 2025ના દિવસે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યાંથી ખાલી 700 મીટર દૂર નરોડામાં રહીશ અને ફિલ્મો બનાવનાર મહેશ કલાવાડિયા નામનો શખ્સ ગાયબ થઈ ગયો હતો જે પ્લેન ક્રેશના 5 દિવસ બાદ પણ મળ્યો નથી. તે ઉપરાંત સરદાર પટેલ એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉપડી કે તેની 1 મિનિટ પહેલાં તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો. મોબાઈલ અને સ્કૂટર પણ ગાયબ થયું હતું.
ADVERTISEMENT
દુર્ઘટના સમયે ક્યાં ગયો હતો મહેશ કલાવાડિયા
જે સમયે પ્લેન ક્રેશ થયું તે સમયે મહેશ લો ગાર્ડનમાં રહેતાં તેના કોઈ સંબંધીને મળવા ગયો હતો અને રિટર્નમા આવતાં ક્રેશ સાઈટેથી ફક્ત 700 મીટરના અંતરે તે ગાયબ થયો હતો. હવે ખરો સવાલ એ છે કે તેની પત્ની હેતલના કહેવા પ્રમાણે, મહેશ આ રુટ પર કદી જતો નથી. એટલે તે પહેલી વાર અને તે પણ વિમાન ક્રેશના સમયે આ માર્ગ પહેલી વાર આવ્યો તે પણ એક મોટું રહસ્ય છે.
ADVERTISEMENT
શું બોલી પત્ની
મહેશની પત્ની હેતલે કહ્યું, 'મારા પતિએ મને બપોરે 1:14 વાગ્યે ફોન કર્યો અને કહ્યું કે તેનું કામ પુરુ થઈ ગયું છે અને તે ઘેર પાછો આવી રહ્યો છે પરંતુ મોડે સુધી ન આવતાં ફોન જોડ્યો તો તે બંધ બોલતો હતો. આ પછી પોલીસમાં જાણ કરવામાં આવી, તપાસમાં જણાયું કે મહેશનો છેલ્લો ફોન ક્રેશ સ્થળથી માત્ર 700 મીટર દૂર હતો. અર્થાત તે 700 મીટરથી ગાયબ થયો હતો. લગભગ બપોરે 1:40 વાગ્યે (જ્યારે વિમાન ઉડાન ભરી ત્યારે) તેનો ફોન બંધ થઈ ગયો, તેનું સ્કૂટર અને મોબાઇલ ફોન બંને ગુમ છે.
ADVERTISEMENT
અમદાવાદ પ્લેન ક્રેશમાં 275થી વધુના મોત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશમાં 275થી વધુના મોત થયાં છે જેમાં બેઠેલા પ્રવાસીઓ અને નીચેના માણસો સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.