ખર્ચ / અમદાવાદઃ પાણી 'મફત'માં સમજી બેફામ વાપરનારા જાણી લે તંત્રને પ્રતિ હજાર લિટર કેટલો ખર્ચ થાય છે, આંકડો ચોંકાવનારો

ahmedabad people water connection corporation

શહેરમાં ર૪ કલાક પાણી પુરવઠો પૂરો પાડવાના મ્યુુનિ. સત્તાવાળાઓના ઢોલની પોલ ખૂલી પડતાં જોધપુરનો પાઇલટ પ્રોજેકટ પણ છેવટે ફલોપ શો પુરવાર થયો છે, જોકે તંત્રને સવારે બે કલાક નદીના પાણીનો પુરવઠો નાગરિકો સુધી આપવામાં પણ આંખે પાણી આવી જાય છે, કેમ કે લોકોના ઘરના નળ સુધી આ પાણી પહોંચતું કરવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી દર હજાર લિટરે રૂ.૧ર જેટલો ખર્ચ કરાય છે એટલે મ્યુનિ. તંત્રનું પાણી ‘મફત’માં સમજીને તેનો બેફામ બગાડ કરનારા લોકોએ પાણીનું મૂલ્ય સમજવાની જરૂર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ