અમદાવાદની પેજવન હોટલમાં દારૂ પીને ધમાલ મચાવતા 7 યુવકોની ધરપકડ

By : kavan 01:00 PM, 13 February 2019 | Updated : 01:00 PM, 13 February 2019
અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ પેજ વન હોટલમાં દારૂ ઢીંચીને આવેલા સાત શખ્સને પોલીસે ધરપકડ કરતાં ચકચાર મચી ગઇ છે. હોટલના રૂમ નંબર ૪૦૪, ૪૧૦ તેમજ ૪૦૭માં સાત યુવક દારૂ પીને મસ્તી કરતા હતા.

ત્યારે પોલીસે રેડ કરીને તમામની ધરપકડ કરી છે. તમામ યુવક બહારથી દારૂની મહેફિલ માણીને રૂમ પર આવ્યા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ પેજ વન હોટલમાં કેટલાક શખ્સો દારૂ પીધા બાદ ધમાલ અને મસ્તી કરી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી. 

બાતમી મળતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ હોટલ પર પહોંચી ગઇ હતી. હોટલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેના માટે હોટલના મેનેજર સહિત સ્ટાફે પોલીસને આવું કશું જ બન્યું નથી તેમ કહીને વાતને ટાળી દીધી હતી.

પોલીસ પાસે ચોક્કસ બાતમી હોવાને લીધે તેમને હોટલના રૂમ નંબર ૪૦૪, ૪૧૦ તેમજ ૪૦૭માં સર્ચ કરવાનું કહ્યું હતું. પોલીસે હોટલ સ્ટાફનું એક નહીં માનતાં ત્રણેય રૂમમાં જઇને તપાસ કરી હતી. તો ત્યાં સાત યુવક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. 

વસ્ત્રાપુર પોલીસે રૂમ નંબર ૪૦૭માંથી કિશન હિતેશભાઇ રાધનપુરા (રહે.રાજકોટ), અમીષ રાજેન્દ્રભાઇ રાચ્છ (રહે. રાજકોટ) તેમજ રૂમ નંબર ૪૧૦માં હરીશ સુખદેવલાલ શર્મા (રહે પંજાબ) અને રૂમ નંબર ૪૦૪માં સંકેત રણજિત દેસાઇ ( રહે વલસાડ), નીલ નરેન્દ્રભાઇ તંબોળી (રહે. નવસારી) અને પાંગરાજ નવઘણસિંહ મહારાવલજી (રહે. નવસારી) અને દીપ ગિરીશકુમાર સંધવી (રહે. વાપી)ની ધરપકડ કરી હતી. 

આ સાતેય જણા કોઇ જગ્યા પર દારૂની મહેફિલ માણીને આવ્યા હતા.  તમામ યુવકો દારૂના નશામાં ધમાચકડી તેમજ મસ્તી કરીને જોરજોરથી બૂમો પાડતા હતા ત્યારે એક વ્યકિતએ પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ તમામ લોકોની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસને ત્રણેય રૂમમાં સર્ચ કરતાં દારૂની બોટલ મળી 
આવી નથી.  Recent Story

Popular Story