બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદમાં સિગારેટ ફૂંકતી છોકરીઓ 'કેન્સરમાં પાસ', ઓરલ કેન્સરમાં મોટો ઉછાળો, સુધારજો આદત
Last Updated: 10:43 PM, 4 February 2025
આજકાલ પાનના ગલ્લે કે ખુણે ખાંચરે છોકરીઓ ટેસથી સિગારેટના કસ લેતી જોવા મળી રહી છે અને જાણે તેનું રિઝલ્ટ હવે સામે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મહિલાઓમાં ઓરલ કેન્સરના કેસો વધી રહ્યાં છે. 4 ફેબ્રુઆરીએ કેન્સર ડેના દિવસે અમદાવાદમાં કેન્સરને લઈને જે વાત સામે આવી છે તે ઉંઘ ઉડાવી દેવા માટે પૂરતી છે.
ADVERTISEMENT
2024માં ઓરલ કેન્સરના કેસોમાં મોટો વધારો
ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટે બહાર પાડેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં ઓરલ કેન્સરના કેસો વધી રહ્યાં છે. 2005માં મોં, જીભ, દાંતના કેન્સરના કેસો 379 હતા, જે 2024 આવતાં આવતાં વધીને 941 થયાં હતા. ઓરલ કેન્સર થવાનું મુખ્ય કારણ ધ્રુમ્રપાન છે.
ADVERTISEMENT
ડો.શશાંક પંડ્યાએ શું કહ્યું
GCRI ડિરેક્ટર ડો.શશાંક પંડ્યાએ કહ્યું કે ધ્રુમપાન અને ગુટખાને કારણે ગુજરાતમાં મહિલાઓમાં કેન્સરના કેસ વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે પુરુષોમાં તમાકૂનું ચલણ વધારે છે જ્યારે મહિલાઓમાં સિગારેટ ફૂંકવાની આદત વધતી જાય છે.
શું બોલ્યાં હેડ એન્ડ નેક ઓન્કો સર્જન
હેડ એન્ડ નેક ઓન્કો સર્જન ડોક્ટર કોસ્તુભ પટેલે કહ્યું કે થોડા વર્ષો પહેલા માથા અને ડોક કેન્સરના કેસો માંડ મળતાં હતા પરંતુ હવે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલની તાતી જરુર આવા કેન્સરને અટકાવવા વિશે જનજાગૃતિ ફેલાવાનું છે. પુરુષોમાં 10,239 કેન્સરના કેસોની તુલનામાં મહિલાઓમાં પણ 6,935 કેસો સામે આવ્યાં હતા.
વધુ વાંચો : વજન ઉતારવાની દવા ખાતાં કિડની ફેલ, યુવાનનું દર્દનાક મોત, જાહેરખબર વાંચીને ઓનલાઈન મંગાવી
સિગારેટ ફૂંકતી મહિલાઓ ચેતે
ડોક્ટરો જણાવી રહ્યાં છે કે સિગારેટ ફૂંકતી મહિલાઓ હવે ચેતી જવાની જરુર છે નહીંતર કેન્સરનો ભોગ બનતાં વાર નહીં લાગે. આ આંકડા 4 ફેબ્રુઆરીએ આવનાર કેન્સરના ડેના દિવસે સામે આવ્યાં છે.
4 ફેબ્રુઆરીએ કેન્સર ડે
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં 4 ફેબ્રુઆરીએ કેન્સર ડે ઉજવાય છે અને અમદાવાદમાં જે પ્રકારે કેન્સરના આંકડા સામે આવ્યાં છે તે ખરેખર ચિંતાજનક છે. માટે ડોક્ટરોએ મહિલાઓને તાત્કાલિક ધોરણે સિગારેટ છોડવાની સલાહ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.