વી.એસ હોસ્પીટલ હવે વિવાદનું ગઢ બની ગઈ છે. મૃતદેહની અદલા-બદલી અને છ માસની બાળકીનો અંગુઠો કાપી દેવાની ગંભીર બાબતો હજુ ભુલાઈ નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો. વી.એસ હોસ્પીટલનાં તબીબોએ એક ગર્ભવતી મહિલાની સારવાર કરવાનાં બદલે કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમવામાં મશગુલ હતાં. દીકરીની દયનીય સ્થિતિને જોઈને પરિવારે તબીબો પર રોષ વ્યકત કરતા તબીબોએ ગેરવર્તન કરીને પરિવારને હોસ્પીટલમાંથી બહાર કાઢી મૂક્યો.
જે સેવાનાં ઉમદા હેતુ માટે શરૂ કરવામાં આવેલી અમદાવાદની વી.એસ હોસ્પિટલ રોજબરોજ વિવાદોનું કેન્દ્ર બનતી જાય છે. વી.એસ હોસ્પીટલનો ફરી એક વિવાદ સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાની ટીટ્રમેન્ટ કરવાનાં બદલે ડોકટરો મોબાઈલ ગેમ રમવામાં વ્યસ્ત રહ્યાં. પરિવારે હોબાળો મચાવતા તબીબોએ સિકયુરીટી ગાર્ડના હાથે હોસ્પીટલની બહાર કાઢ્યાં હોવાનો પરિવારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો તે જોઈએ આ રિપોર્ટમાં.
વી.એસ હોસ્પીટલ હવે વિવાદનું ગઢ બની ગઈ છે. મૃતદેહની અદલા-બદલી અને છ માસની બાળકીનો અંગુઠો કાપી દેવાની ગંભીર બાબતો હજુ ભુલાઈ નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો. વી.એસ હોસ્પીટલનાં તબીબોએ એક ગર્ભવતી મહિલાની સારવાર કરવાનાં બદલે કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમવામાં મશગુલ હતાં. દીકરીની દયનીય સ્થિતિને જોઈને પરિવારે તબીબો પર રોષ વ્યકત કરતા તબીબોએ ગેરવર્તન કરીને પરિવારને હોસ્પીટલમાંથી બહાર કાઢી મૂક્યો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો. પરિવારે હોસ્પિટલનાં તબીબોની બેદરકારીને લઈને રોષ વ્યકત કર્યો.
વી.એસ હોસ્પિટલનાં વિવાદો દિવસેને દિવસે વધી રહ્યાં છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની ટ્રિટમેન્ટમાં લાપરવાહી અથવા તો તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યાં છે. ગર્ભવતી મહિલાની ટ્રિટમેન્ટ નહીં કરવા મામલે વી.એસ હોસ્પિટલમાં આર.એમ.ઓએ સમગ્ર મામલાની તપાસની વાત કરી. સીસીટીવી ફુટેજનાં આધારે તબીબોની બેદરકારી હશે તો તેમની વિરૂદ્ધ કડક પગલાંની વાત કરી છે.
મહત્વનું છે કે વી.એસ હોસ્પિટલમાં બે ગંભીર બેદરકારી મૃતદેહની અદલાબદલી અને બાળકનો અંગુઠો કાપી નાખવાને લઈને હજુ સુધી કોઈ કડક પગલ લેવાયાં નથી. પોલીસે પણ પોલીસ ચોપડે ફરિયાદ નોંધીને પોતાનું કામ પૂર્ણ કરી દીધું છે. ત્યારે ફરી એક પરિવારે તબીબોની દાદાગીરીનો ભોગ બનવું પડ્યું છે. તો શું ભગવાન સમજીને આવતા પરિવાર સાથે તબીબોનું આવું વર્તન કેટલું યોગ્ય છે. શું વી.એસ હોસ્પીટલનાં વિવાદો ખતમ થશે કે ફરી નવા વિવાદોને લઈને વી.એસ હોસ્પીટલ ચર્ચામાં જ રહેશે.