બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઓલા અને ઉબેર આવી રીતે તમને છેતરે છે! જુઓ લાઈવ ડેમો, કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ
Last Updated: 10:37 PM, 23 January 2025
ઓલા અને ઉબેરને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે. કેબ કંપની મોબાઈલની બ્રાન્ડના આધારે ભાવ લેતા હોવાની ઘટના સામે આવી છે. આઇફોન અને એન્ડ્રોઈડમાં એક જ જગ્યાના અલગ અલગ ભાવ હોવાની ઘટના સામે આવતા કાર્યવાહી કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયામાં આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગ્રાહક બાબતોના વિભાગે મુખ્ય કેબ ડ્રાઇવરો ઓલા અને ઉબેરને નોટિસ જાહેર કરી છે, જેમાં તેમને અલગ અલગ મોબાઇલ ફોન આઈફોન અને એન્ડ્રોઈડમાં અલગ ભાવ જોવા મળ્યા છે, બુકિંગના અલગ ભાવ લેવા માટે જવાબ માંગ્યો છે.
ADVERTISEMENT
ઓલા અને ઉબરમાં ભાવ અલગ અલગ કેમ?
ADVERTISEMENT
અમારી ટીમે એન્ડ્રોઈડ અને આઈફોનમાંથી ઉબર એપ પર રાઈડ બૂક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમદાવાદના પકવાન ચાર રસ્તાથી ગોતા ચોકડી સુધીનો ભાવ તપાસતા સામે આવ્યું કે એન્ડ્રોઈડ અને આઈફોનમાં ઓટોનો ભાવ અલગ અલગ જોવા મળ્યો હતો. એન્ડ્રોઈડમાં ઓટોનો ભાવ 70 રૂપિયા જોવા મળ્યા તો આઈફોનમાં ઓટોનો ભાવ 125 રૂપિયા જોવા મળે છે
આ પણ વાંચો: VIDEO: કર્તવ્ય પથ પર દોડશે ગુજરાતનો ગૌરવવંતો ટેબ્લો, વીડિયોમાં દેખાઈ જાજરમાન ઝલક
એક જ જગ્યાના અલગ અલગ ભાવ!
આપને ઓલામાં જોવા મળતા ફેરફાર પણ બતાવી જણાવીએ કે, અમે ફરી પકવાન ચાર રસ્તાથી ગોતા ચોકડી સુધીની રાઈડ બૂક કરી. જેમાં એન્ડ્રોઈડ મોબાઈલમાંથી ઓલા મિનિ કાર બૂક કરતા 248 રૂપિયા જોવા મળ્યા - જ્યારે આઈફોનમાં ઓલા મિનિ કારનું ભાડું 234 રૂપિયા જોવા મળ્યું હતું. આમ બંનેના ભાવ અલગ અલગ જોવા મળ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.