બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદની મહિલાનો ઓડિશામાં આપઘાતનો પ્રયાસ, પતિ પર 50000000ની છેતરપિંડીનો આરોપ, જાણો મામલો
Last Updated: 10:22 AM, 19 January 2025
Ahmedabad: મૂળ ગુજરાતી મહિલાએ ઓડિશાના ભદ્રક જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ પૈસા અને સંપત્તિ હડપ કરીને ફરાર થઈ ગયો છે. આ મામલે પોલીસે ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી કરી નથી. તેથી પરેશાન થઈને તેણે પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ પી લીધું હતું.
ADVERTISEMENT
મહિલા અમદાવાદમાં એક આઈટી કંપનીની માલિક હતી
આ કેસમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિત મહિલા અમદાવાદમાં એક આઈટી કંપનીની માલિક હતી. તેણીને તેની જ કંપનીમાં નોકરી કરતા મનોજ નાયક નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પછી બંનેએ લગ્ન કર્યા હતા. હાલ બંનેને બે વર્ષનો પુત્ર પણ છે. લગ્ન બાદ મનોજે મહિલાને તેના ગામ નરસિંહપુરમાં બિઝનેશ શરૂ કરવા માટે સમજાવી હતી. આ બિઝનેસ માટે મહિલાએ લોન લેવા માટે પોતાની પ્રોપર્ટી અને કંપનીને ગીરવે મૂકીને લગભગ 5 કરોડ રૂપિયા પતિને આપ્યા હતા.
ADVERTISEMENT
રૂપિયા લીધા બાદ પતિ ફરાર થઈ ગયો હોવાનો મહિલાનો આરોપ
મહિલાનો આરોપ છે કે 5 કરોડ રૂપિયા લીધા બાદ મનોજ પૈસા લઈને ભાગી ગયો હતો. આ પછી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ ત્રણ મહિના પછી પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી શકી નથી. ફરિયાદ કરવા છતાં પણ કોઈ સુનાવણી ન થતાં નિરાશ મહિલાએ બોનાથ પોલીસ સ્ટેશન જઈને ફિનાઈલ પી લીધું હતું. જ્યારે પોલીસ કર્મચારીઓએ જોયું તો તેઓ ચોંકી ગયા હતા. મહિલાને તાત્કાલિક ભદ્રક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ હોસ્પિટલમાં ડોક્ટરોએ મહિલાની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
આરોપીને શોધવા માટે વિશેષ ટીમ બનાવાવામાં આવી
ADVERTISEMENT
બોનાથ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર શ્રીવલ્લભ સાહુએ જણાવ્યું કે, 'આરોપી મનોજને શોધવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે, જેમાં એક ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ટીમે રાઉરકેલા, સંબલપુર અને બેરહમપુર સહિત ઓડિશામાં ઘણી જગ્યાએ શોધખોળ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.