અમદાવાદ: કામ બંધ હોવાથી મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાકટરને અપાઈ નોટીસ

By : vishal 07:41 PM, 07 December 2018 | Updated : 07:43 PM, 07 December 2018
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાકટરને છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ રહેતા નોટિસ ફટકારવામાં આવી છે અને મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા ફરી કામ શરૂ કરવા અંગે ચેતવણી આપવામાં આવી છે.

જો નોટિસ મુજબ ફરી કામ શરૂ કરવામાં નહી આવે તો કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ્દ થઈ શકે છે. મહત્વનું છે કે આઈ.એલ એન્ડ એફ.એસ કંપની ફડચામાં જવાને કારણે કર્મચારીઓનો પગાર પણ કપાયો છે. જેથી પ્રોજ્કેટ પરના વેજલપુર મેટ્રો રૂટના કર્મચારીઓનો છેલ્લા 2 મહિનાથી કામકાજથી અડગા કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ગ્યાસપુર ડેપોથી લઈને એપીએમસી સુધી મેટ્રોનું કામ કરી રહેલી IL & FS ફડચામાં જવાના કારણે છેલ્લા કેટલાય સમયથી કર્મચારીઓના પગાર ચૂકવી શકી નથી. જેથી પ્રોજેક્ટ પરના વેજલપુર મેટ્રો રૂટના કર્મચારીઓએ 2 મહિનાથી કામગીરી બંધ કરી છે.Recent Story

Popular Story