બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શું નિકોલના મધુમાલતી આવાસ યોજનાના વિવાદનો આવશે અંત? જુઓ VTV પર કર્યો ખુલાસો
Last Updated: 03:19 PM, 5 September 2024
અમદાવાદ: ગઈકાલે અમદાવાદના નિકોલ સ્થિત મધુમાલતી આવાસમાં વોટર કમિટીના ચેરમેન અને ધારાસભ્યએ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આજે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડીયાએ સ્થાનિકોના રોષ મામલે ખુલાસો કર્યો છે.
ADVERTISEMENT
નિકોલમાં મધુમાલતી આવાસમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આ મામલે વોટર કમિટી ચેરમેન અને સ્થાનિક MLA એ ત્યાંના લોકોની મુલાકાત લીધી હતી. જયારે તેઓ લોકોને મળવા પહોંચ્યા તો એ દરમિયાન સ્થાનિકોએ તેમનો ઉધડો લીધો હતો.
ADVERTISEMENT
નિકોલમાં મધુમાલતી આવાસના લોકોના રોષ મામલે વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેન દિલીપ બગડીયાએ આજે ખુલાસો કર્યો છે. VTVNEWS સાથે વાતચીત કરતા દિલીપ બગડીયાએ કહ્યું કે, સ્થાનિકોએ 18 બ્લોકમાં આવેલ 535 મકાન સામે મકાન આપવાની માગ કરી હતી. જે શક્ય નથી. અમે મકાનની સામે મકાન આપવાની ના પાડી હતી. જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા. જો કે, અમે સ્થાનિકોને રેનબસેરામાં રહેવા અને જમવાની સુવિધા કરવા આદેશ આપ્યો છે. સાથે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી જલ્દી કરવા પણ આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: કોણ છે આ હુસ્નની મલ્લિકા? જેને ટોપ એક્ટ્રેસ બનતા જ ધર્મ પરિવર્તન કરી દીધેલું, Photos જોઇ ફિદા થઇ જશો
દિલીપ બગડીયાએ કહ્યું કે સ્થાનિકો પોતાની માગ પર ટસના મસ ન થયા. મકાનની સામે મકાન આપવાની ના પાડતા સ્થાનિકો રોષે ભરાયા હતા. મકાન નહીં તો જય માતાજી કહ્યું એટલે અમે જતા રહ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.