Team VTV10:50 PM, 25 Jun 22
| Updated: 11:05 PM, 25 Jun 22
પોલીસ પૂછપરછમાં ખૂલ્યું ઇસનપુરના બુટલેગર પ્રદીપ ઉર્ફે રાજા રાજપૂતે ઉતાર્યો હતો દારૂ, ગોડાઉનના માલીક અને બ્રોકરની શંકાસ્પદ ભૂમિકા
અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
30 લાખનો વિદેશી દારૂ જપ્ત
ગોડાઉનના માલીક અને બ્રોકર પણ પોલીસ સકંજામાં
અસલાલીમાં ગેરકાયદે પ્રવુતિ પકડવા કવાયત હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે.અમદાવાદ ગ્રામ્યમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું છે બાતમીને આધારે રેડ કરતાં રૂપિયા 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગોડાઉનના માલીક અને બ્રોકર પણ પોલીસના સકંજામાં ફસાયા છે.
561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના પોશ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગૃહ ઉધોગ બાદ અમદાવાદ ગ્રામ્યમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું.. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મનોહર પવાર અને સુરેશ પુનિયા દારૂની હેરાફેરી કરી રહયા હતા. ત્યારે પોલીસે ચેકીંગ ડ્રાઈવમાં તેઓને ઝડપી લીધા. ગોડાઉનમાં ગેરકાયદે પ્રવુતિ ચાલતી હોવાની માહિતીને લઈને પોલીસ દ્વારા ગોડાઉન ચેકીંગનું ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસને બાતમી મળી કે મણીબા એસ્ટેટમાં દારૂની હેરાફેરી થઈ રહી છે પોલીસે રેડ કરતા રૂ 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બુટલેગર પ્રદીપ ઉર્ફે રાજા રાજપૂતે ઉતાર્યો હતો દારૂ
રૂ 30 લાખનો દારૂને લઈને આરોપીની પૂછપરછ કરતા આ દારૂ ઇસનપુરના બુટલેગર પ્રદીપ ઉર્ફે રાજા રાજપૂતનો હોવાનું ખુલ્યું છે.આ દારૂ ગોવાથી સુરેશ ઉર્ફે રોહિત પાસેથી મગાવ્યો હતો. અને મણીબા એસ્ટેટમાં રૂ 13 હજારના ભાડે આ ગોડાઉન રાખવા આવ્યું હતું. અઠવાડિયા પહેલા જ ગોડાઉનના માલીક કેતન ત્રિવેદી પાસેથી બ્રોકર વિષ્ણુ રબારીએ ભાડે અપાયું હતું. જેથી દારૂની હેરાફેરીમાં આ બન્નેની શકાસ્પદ ભૂમિકા સામે આવતા પોલીસે આ બન્ને આરોપીની પણ ધરપકડ કરી છે.
દારૂબંધી માત્ર દેખાડા પૂરતી
ગુજરાત માં દારૂ બંધી ફક્ત વાતો છે. દારૂ ઘુસાડીને તેને છુપાવવા માટે ગોડાઉન સરળતાથી મળી રહે છે.. જેથી હવે અસલાલી પોલીસે ગોડાઉનના માલિક પર કાર્યવાહી શરૂ કરી છે. અસલાલી માં 6000 ગોડાઉન આવેલા છે.. ભાડે આપનાર માલીક જો ભાડા કરાર નહિ કર્યું હોય. અને ભાડા કરારમાં ક્યાં ધધા ના ઉદેશ્યથી આપ્યું તે ઉલ્લેખ નહિ હોય તો ગોડાઉન ના માલિકો વિરુદ્ધ જાહેરનામું ભંગ કરવાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઇ છે..