બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વકફની જમીન પર મકાનો-દુકાનો બાંધી, ભાડા વસુલનાર સલીમ જુમ્માખાન પઠાણ પર ઇડીનો સકંજો કસાયો

અમદાવાદ / વકફની જમીન પર મકાનો-દુકાનો બાંધી, ભાડા વસુલનાર સલીમ જુમ્માખાન પઠાણ પર ઇડીનો સકંજો કસાયો

Last Updated: 07:40 AM, 8 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વકફ બોર્ડની જમીન પર કબજો કરી તેના પર ગેરકાયદેસર રીતે મકાનો અને દુકાનો બનાવી તેના ભાડા વસૂલવામાં આવતા હતા

મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ બીજા દિવસે પણ દરોડાની કામગીરી યથાવત રાખી હતી. ઇડીએ વકફની ૧૦૦ કરોડની જમીન પર કબજો જમાવી દેનાર સલીમ જુમ્માખાન પઠાણ અને તેના મળતિયાની ૧૦ પ્રિમાઇસીસ પર દરોડા પાડ્યા. ઇડીના અધિકારીઓ બુધવારે સવારે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સલીમ પઠાણ અને તેના મળતિયાની ઓફિસ અને ઘરો પર ત્રાટક્યા હતા. અમદાવાદ અને ખેડા મળીને કુલ ૧૦ પ્રિમાઇસીસમાં દરોડાની કામગીરી ચાલી રહી છે

Vtv App Promotion

અધિકારીઓએ  સલીમના બેંક એકાઉન્ટમાંના રૂ. બે કરોડ, 30 લાખ રોકડા અને સાત લાખની ક્રિપ્ટો કરન્સી ફ્રિઝ કરી દીધી છે. સલીમ સાથે સંકળાયેલા કેટલાક વિવાદાસ્પદ મોટા માથાંની પણ સંડોવણી આ કૌભાંડમાં છતી થાય તેવી સંભાવના છે. તાજેતરમાં જ વકફને લઇને કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વની મૂવમેન્ટ ચાલી રહી છે ત્યારે વકફની જમીનો અને પ્રોપર્ટી હડફ કરી લેનારા તત્ત્વો સામે કડક પગલાં લેવા સરકાર એક્શનમાં આવી છે.

અમદાવાદ જમાલપુરના સલીમ જુમ્માખાન પઠાણ અને તેના પાંચ મળતિયા વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસે ફરીયાદ નોંધી છે.. તેમની સામે વકફ બોર્ડની જમીન પર કબજો કરી તેના પર મકાનો દુકાનો બનાવી તેના ભાડા વસૂલવાની ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ્દ, તત્કાલ ફરજ પર હાજર થવા આદેશ

જે માહિતી સામે આવી છે તે મુજબ તેણે વકફની જમીન પર ગેરકાયદે રીતે દોઢસોથી બસ્સો મકાનો બનાવ્યા હતા અને અને 25-30 દુકાનો પણ બનાવી હતી, અને તમામ પાસેથી ઉંચુ ભાડુ વસુલી પોતાના ખિસ્સામાં જમા કરતો હતો. સલીમ અને તેના મળતીયાાઓએ કાચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કસમ ટ્રસ્ટના ગેરકાયદે ટ્રસ્ટી બની કૌભાંડ કર્યા હોવાની ફરિયાદ પણ નોંધાઇ છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં વકફની મિલકતો પચાવી પાડનાર અને તેનો દુરુપયોગ કરનાર તત્ત્વો સામે કડક પગલાં લેવાની
કામગીરી ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salim JummaKhan Pathan Raid ED
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ