પ્રોજેક્ટ / અમદાવાદમાં આ નવો બ્રિજ ડિસેમ્બર સુધીમાં ચાલુ થઇ જશે

Ahmedabad new over bridge start December

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચાલુ વર્ષના બજેટમાં શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વિભિન્ન બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાયા છે. આ માટે બજેટમાં કુલ રૂ.૩૩૬ કરોડથી વધુ રકમ ફાળવાઇ છે. દરમિયાન નરોડા-નારોલ રોડ પરના વિરાટનગર જંક્શન અને મેમ્કો બ્રિજથી ગુરુજી બ્રિજ સુધીના ૧૩ર ફૂટ રિંગરોડના અ‌િજત મિલ જંક્શન પરના સ્પ્લીટ ફલાયઓવર બ્રિજનું લોકડાઉનના કારણે સ્થગિત કરાયેલું નિર્માણકાર્ય પુનઃ શરૂ કરાયું છે.  આ બંને સ્પ્લીટ ફલાયઓવર બ્રિજનું આગામી ડિસેમ્બર અંત સુધીમાં લોકાર્પણ થવાની શક્યતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ