બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જમવાનું સ્વાદિષ્ટ નહીં બનતા પતિએ ગળું દબાવી પત્નીને પતાવી દીધી, 4 મહિનામાં જ લગ્નજીવનનો કરૂણ અંજામ
Last Updated: 04:24 PM, 11 September 2024
જમવાનું સ્વાદિષ્ટ ન બનાવતા પતિએ પત્નિનું ગળું દબાવીને હત્યા કરી હોવાની સણસણતી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. પત્નીની હત્યા કરીને પતિ નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને કહ્યું 'મેં મારી પત્નીની હત્યા કરી છે'. આરોપી પ્રદીપ વણકર છે. જેણે પોતાની પત્ની પ્રજ્ઞાની હત્યા કરીને નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો નારોલ શાહવાડી વિસ્તારમાં પ્રભુનગરમાં 7 સપ્ટેમ્બરની રાત્રે પત્નિ પ્રજ્ઞાની ગળે ટૂંપો આપીને હત્યા કરીને આરોપી પતિ પ્રદીપ વણકર નારોલ પોલીસ સ્ટેશનમાં પહોચીને પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી નારોલ પોલીસની એક ટીમ આરોપીને સાથે રાખીને નિવાસસ્થાને પહોચી ત્યારે પ્રજ્ઞાની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. પતિ પત્ની વચ્ચે જમવાનું સ્વાદિષ્ટ નહીં હોવાના કારણે ઝઘડો થયો હતો.
ADVERTISEMENT
લગ્નના 4 મહિનામાં જ હત્યા..!
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 28 એપ્રિલ 2024ના રોજ પ્રજ્ઞાના લગ્ન મહેસાણાના પ્રદીપ વણકર સાથે સમાજના રીતિ રિવાજથી કરવામાં આવ્યા હતા. પ્રદીપ ગાંધીનગરમાં આવેલી BCBS ઇલેક્ટ્રિક પંખાની કંપનીમાં નોકરી કરે છે. જ્યારે મૃતક પ્રજ્ઞા વટવાની જ્ઞાન શાળામાં શિક્ષક હતી. લગ્નના 4 મહિનાનો સમય થયો હતો. લગ્ન બાદ પતિ-પત્ની મહેસાણાથી અમદાવાદ રહેવા આવ્યા હતા અને 15 દિવસ પહેલા જ શાહવાડીમાં મકાન ભાડે રાખ્યું હતું.
પોલીસે આરોપીની કરી ધરપકડ
બંનેને પતિ પત્ની વચ્ચે મકાન અને જમવા બાબતે અવાર નવાર તકરાર ચાલતી હતી. ઘટનાના દિવસે પણ રાત્રે 9 વાગે પ્રદીપ જમવા માટે બેઠો ત્યારે રસોઈ સ્વાદિષ્ટ નહીં હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો અને એકબીજાને મારવાનું શરૂ કર્યું. જેમાં પ્રદીપે પત્નીની હત્યા કરી દીધી હતી. ઘર કંકાસમાં ફરી એક વખત દામ્પત્યજીવનનો માળો વિખેરાઈ ગયો છે. ત્યારે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. નારોલ પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્ની વચ્ચેના જમવાના ઝઘડાએ ઘાતક સ્વરૂપ લીધું અને સુખી જીવન જીવે તે પહેલા જ અંત આવી જતા પરિવારમાં શોકનું માહોલ ફેલાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.