બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / માનવ તસ્કરીને લઈ મહિલા ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 16 વર્ષીય સગીરાને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવાઈ
Last Updated: 06:10 PM, 22 March 2025
અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગને લઈ મહિલા ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. નરોડામાંથી 16 વર્ષીય સગીરાને દેહવેપારમાંથી મુક્ત કરાવાઈ છે. બાંગ્લાદેશી સગીરાને દેહવેપારમાં ધકેલાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા પોલીસના કોમ્બિંગ દરમિયાન સગીરા રોડ પરથી મળી છે. સગીરાની પૂછપરછ કરતા દેહવેપારનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
16 વર્ષીય સગીરાને દેહવેપારમાંથી મુક્ત કરાવાઈ
ADVERTISEMENT
દોઢ વર્ષ પહેલા બાંગ્લાદેશથી સગીરાનું અપહરણ કરાયું હતું જ્યારે અપહરણ મામલે બાંગ્લાદેશમાં ગુનો પણ નોંધાયો હતો. સગીરાનું અપહરણ કરી ગેરકાયદે ભારતમાં લવાઈ હતી અને ભારતમાં લાવી સગીરાને દેહવેપારમાં ધકેલી દેવામાં આવી હતી. જો કે, સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલાઈ છે તેમજ ઘટના અંગે પોક્સો, દુષ્કર્મ અને હ્યુમન ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે
આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર, પિતા અને પુત્રીના મોત
ACP ભરત પટેલનું નિવેદન
ક્રાઇમ બ્રાન્ચ ACP ભરત પટેલે કહ્યું કે, ''અમદાવાદમાં લાંબા સમય સુધી તપાસ થઈ હતી જે બાદ બાતમી મળી હતી. આ સગીરાને રાખનાર સુલેતાસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ સગીરાને જંગલના રસ્તાથી બાંગ્લાદેશથી કોલકાતાલ લાવવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ લાવવામાં આવી હતી. આ આરોપીના દીકરાએ પણ દુષ્કર્મ આચરેલુ છે. આ પ્રકરાના એજન્ટોની તપાસ હાથ ધરવામાં આવી છે''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.