બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાણીનો પ્રેમ મામાથી સહન ન થયો! સમાધાનમાં મામલો બીચક્યો, છરી પરોવી ખૂન
Last Updated: 11:19 PM, 27 May 2024
અમદાવાદના માધુપુરા વિસ્તારની ભારતનગર સોસાયટીમાં ત્રણ શખ્સોએ આધેડની છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. મૃતક વિનોદ પરડીયાના સાળા સેંધાભાઈ રાઠોડ દીકરા પ્રેમલને સોસાયટીમાં રહેતા પિન્ટુ બોડાણાની ભાણી ખુશી સાથે પ્રેમ સંબંધ હતો.
ADVERTISEMENT
માધુપુરાની ભારતનગર સોસાયટીમાં હત્યા
ADVERTISEMENT
પ્રેમ સંબંધને લઈ બંને પરિવારો વચ્ચે તકરાર થતી હતી. તકરાર દરમિયાન વિજય બોડાણા, પીન્ટુ બોડાણા અને રીતેશ બોડાણાએ ઉશ્કેરાઈ જઈ વિનોદ પરાડીયા પર છરીથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિનોદ પરાડીયાનું સારવાર દરમિયાન મોત થયુ છે.
પોલીસે 2 હત્યારાઓની કરી ધરપકડ
માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વિજય બોડાણા અને રીતેશ બોડાણાની ધરપકડ કરી છે. બંને પક્ષો વચ્ચે થયેલી તકરારમાં આરોપીઓ પણ ઘાયલ થયા છે. તેથી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.