બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઠંડીનું જોર વધતા ગુજરાતના આ શહેરની શાળાઓના સમયમાં ફેરફાર, વાલીઓ ખાસ વાંચી લે
Last Updated: 10:33 AM, 14 December 2024
અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની 451 શાળાઓનાં સમયમાં ફેરફારનો અમલ શરૂ કરાયો છે.
ADVERTISEMENT
શહેરની 451 શાળાઓનાં સમયમાં ફેરફાર
ADVERTISEMENT
અમદાવાદ શહેરની 451 શાળાઓનાં સમયમાં ફેરફારનો અમલ શરૂ કરાયો છે. આગામી તા. 15 જાન્યુઆરી સુધી શાળાઓનો સમય સવારે 7.55 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઠંડીનું જોર વધી રહ્યું હોવાથી વાલીઓએ શાળાઓનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆત બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી પંચ ફૂલ એક્ટિવ મોડમાં, જાણો અપડેટ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરાયો નિર્ણય
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સવારની શાળાઓનો સમય 7.55 થી 12.30 સુધીનો કરાયો છે. જ્યારે બપોરની શાળાઓનો સમય 12.35 થી 5.10 સુધીનો કરવામાં આવ્યો છે. એએમસી સંચાલિત શાળાઓમાં એક લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ કલાકોને ધ્યાનમાં રાખીને સમય નક્કીક કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT