AMC લઈ શકે છે મોટો નિર્ણય, મનપા સંચાલિત હોસ્પિટલમાં બે બાળકોની ડિલિવરી બાદ ત્રીજી ડિલિવરી કરાવનાર પાસે ચાર્જ વસુલ કરવામાં આવી શકે છે
અમદાવાદ મનપા દ્વારા લેવાશે મોટો નિર્ણય
2 બાળકોથી વધુ બાળકો મુદ્દે નિર્ણય લેવાશે
AMC હોસ્પિટલમાં બે ડિલિવરી બાદ થશે ચાર્જ!
અમદાવાદ મનપા દ્વારા આગામી સમયમાં મોટો નિર્ણય લેવાઇ શકે છે. જેમાં અમદાવાદ મનપા સંચાલિત હોસ્પિટલમાં બે ડિલિવરી બાદ ત્રીજી ડિલિવરી કરાવનાર પ્રસૂતા માતા પાસેથી ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવાશે. આગામી સમયમાં હોસ્પિટલ કમિટીમાં આ પ્રસ્તાવ લાવવામાં આવશે. આ અંગે ભાજપ કોર્પોરેટર ભાસ્કર ભટ્ટે કહ્યું કે આના માટેનો પ્રસ્તાવ તૈયાર કરવા હોસ્પિટલ કમિટીને સૂચના અપાઇ છે.
અમદાવાદ મનપા દ્વારા લેવાઈ શકે છે મોટો નિર્ણય
સમગ્ર દેશ માટે વસ્તી વધારો એ શિર દર્દ બનતો જાય છે ત્યારે ઉત્તરપ્રદેશ ની બીજેપી સરકારે વસ્તી નિયંત્રણ કરવા માટે બે બાળકો થી વધુ બાળકો ધરાવતા પરિવારજનો ને રાજય સરકારની યોજનાઓનો લાભ નહીં આપવા માટે પ્રસ્તાવ તૈયાર કરાયો છે ત્યારે ઉત્તરપ્રદેશની જેમ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ પણ બે બાળકો કરતા વધુ સંતાનની માતા બનનાર પાસે થીડિલિવરી ચાર્જ વસૂલવા માટે ગંભીરતાથી વિચારણા શરૂ કરાઈ છે
2 બાળકોથી વધુ બાળકો મુદ્દે નિર્ણય લેવાશે
એમ મ્યુનિસિપલ બીજેપીના નેતા ભાસ્કર ભટ્ટે કહ્યું હતું એ માટેનો પ્રસ્તાવ તૈયાર કરવામાટે હોસ્પિટલ કમિટીની સૂચના અપાઈ છે. આગામી હોસ્પિટલ કમિટીમાં આ માટેનો પ્રસ્તાવ લાવવામાં આવશે જેમાં એ એમ સી સંચાલિત શારદાબેન હોસ્પિટલ ,એલજી હોસ્પિટલ ,વી એસ હોસ્પિટલ સહીતની હોસ્પિટલોમાં ડિલિવરી ચાર્જના દર નક્કી કરી દેવામાં આવશે અત્યારે એ AMC ની તમામ હોસ્પિટલોમાં ડિલિવરી બાબતે કોઈ ચાર્જ લેવાતો નથી
AMC હોસ્પિટલમાં બે ડિલિવરી બાદ થશે ચાર્જ!
જ્યારે આ બાબતે કોંગ્રેસ ના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ને પૂછતાં કહ્યું હતું કે બીજેપીનું શાસન આવ્યું છે ત્યાર થી બીજેપીના સત્તાધીશો સત્તામાં બેઠા છે ત્યારથી મોટાભાગની પ્રજાકીય સેવાઓનું ખાનગીકરણ કરી દીધું છે. સરકાર કંઈકને કંઈક નિત નવા ગતકડાં ઉભા કરી રહ્યા છે સરકાર એવો આભાસ ઉભો કરે છે કે કોઈ ધર્મ વિશેષ માટે કામ કરતા હોય તેવો તેઓ ચોક્કસ વર્ગ માટે કામ કરતા હોય તેવો દેખાડો કરે છે તેમણે વધુ માં કહ્યું હતું કે જયારે થી કોરોના ની બીજી લહેર માં કાબુ માં આવ્યા બાદ કોરોના ની પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે બીજેપી ના સત્તાધીશો મતોનું ધ્રુવીકરણ થાય તે માટે આ પ્રકાર ના પગલાં લઇ રહ્યા છે..
બે ડિલિવરી બાદ ચાર્જ વસૂલવા માટે વિચારણા
જોકે મ્યુનિસિપલ બીજેપીના નેતા ભાસ્કર ભટ્ટે કોંગ્રેસના ધારાસભ્યના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકા બીપીએમસી એક્ટ મુજબ ચાલે છે કોઈ ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવાનો કોઈ ઈરાદો નથી રાજય સરકાર ના માર્ગદર્શન મુજબ જ બે ડિલિવરી બાદ ચાર્જ વસૂલવા માટે વિચારણા શરૂ કરાઈ છે બે બાળકોની ડિલિવરી બાદ ત્રીજી ડિલિવરી કરાવનાર પાસે ચાર્જ વસુલ કરવામાં આવશે હજુ પણ કેટલાક લોકો માં વધુ બાળકો રાખવા ની પ્રથાઓ ચાલી રહી છે..
ટૂંક સમયમાં નિર્ણય કર્યા બાદ અમલ કરાશે
અમદાવાદમાં ગુજરાત જ નહીં સમગ્ર દેશમાંથી લોકો રોજગારી મેળવવા માટે આવતા હોય છે જેને કારણે આર્થિક ભારત મહાનગર પાલિકા પર વધી રહ્યું છે ત્યારે તેને નાથવા આગામી પેઢી ને અમદાવાદ શહેર માં કોઈ મુશ્કેલી ના પડે અને આરામ થી રહી શકે તે માટે વિચારણા કરાઈ છે જેનો ટૂંક સમયમાં નિર્ણય કર્યા બાદ અમલ કરાશે અત્યારે તો બીજેપી ના સત્તાધીશો દાવો કરી રહ્યા છે કે આ માત્ર પ્રજા લક્ષી નિર્ણય છે પ્રજાના હિતમાં નિર્ણય લેવા માટે વિચારણા કરી છે જયારે કોંગ્રેસ ના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ માને છે કે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનાર ચૂંટણીને ધ્યાને રાખીને કોરોનામાં પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે મતોનું ધ્રુવીકરણ થાય તે માટે આ પ્રકારના નિવેદનો કરવા માં આવી રહ્યા છે જોકે ગુજરાતની જનતા આ વાત સમજે છે ગુજરાતની જનતા ભરમાશે નહીં ત્યારે જોવાનું રહ્યું કે આ પ્રકાર ના નિર્ણયથી બીજેપી કે કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે સમય જ બતાવશે.