અમદાવાદ / પ્રોપર્ટી ટેક્સ આવકમાં દિવાળી ધમાકા તિજોરીમાં ઠલવાયા આટલા કરોડ

ahmedabad municipal corporation property tax

કોરોના મહામારીના કારણે ચોતરફ ફેલાયેલી આર્થિક મંદીના માહોલમાં મ્યુનિ. તંત્ર પણ ભીંસમાં મુકાયું છે. લોકડાઉન ખૂલ્યા બાદ તબક્કાવાર અનલોક પિરિયડમાં અપાયેલી છૂટ દરમિયાન રાજ્ય સરકારે કોમર્શિયલ પ્રોપર્ટી ટેકસ ધારકો માટે પ્રોપર્ટી ટેક્સ બિલમાં ખાસ ર૦ ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું. મ્યુનિ. સત્તાવાળાઓએ પણ રાબેતા મુજબ એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરપાઇ કરનાર કરદાતાઓ માટે ટેકસ બિલમાં ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જોકે ટેકસ આવકની ગાડી ધીમે ધીમે પાટા પર ચઢી રહી હોઇ દિવાળીના ઉત્સવ પહેલાના પ્રિ-દિવાળી ધમાકાની જેમ ચાલુુ નાણાકીય વર્ષમાં રૂ.૬૦૦ કરોડથી વધુની આવક તંત્રને થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ