VTV Exclusive / સ્વચ્છતા સર્વેક્ષણ માટે મ્યુનિ. તંત્ર ઘાંઘું થયું, રાતોરાત ફૂટપાથ પર ખડકી દીધું સ્માર્ટ ટોઇલેટ

ahmedabad municipal corporation Overnight smart toilet built

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખરેખર કામગીરી ગેરકાયદેસર થતા દબાણો દૂર કરવાની છે પરંતુ વાડ ચીભડાં ગળે કહેવતને સાર્થક કરતું દબાણ ફરી એકવાર ફૂટપાથ પર કરી દેતા આસપાસના રહીશોમાં આક્રોશ ફેલાયો છે. ખાનગી ટ્રાવેલ્સ બસના માલિકોને આ દબાણની ભેટ કરી હોવાનો રહીશો આક્ષેપ કરી રહયા છે જોધપુર ચાર રસ્તા પાસે ફૂટપાથ પરના વળાંક પર જ રાતોરાત કોર્પોરેશને સ્માર્ટ ટોયલેટ ખડકી દીધું છે જેના કારણે સેટેલાઇટ રોડની આસપાસના આંતરિક સોસાયટીઓના રસ્તાઓને ડાબી બાજુ વળવા માટે વિઝન તો બંધ થયું જ છે ઉપરાંત સ્ટાર બઝારથી હંમેશા મોટી સંખ્યામાં રોંગસાઇડમાં આવતા વાહનોના કારણે અકસ્માત થવાના ચાન્સ પણ વધ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ